ભારતમાંથી iPhoneની નિકાસ બમણી થઈ, કંપનીઓ ચીનમાંથી બહાર નીકળી રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Pદિલ્હીઃ 2022-23ના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર) ભારતમાંથી $2.5 બિલિયનથી વધુ મૂલ્યના iPhonesની નિકાસ કરવામાં આવી હતી. આ આંકડો 2021-22ના સમાન સમયગાળામાં નિકાસ કરાયેલા iPhone કરતા લગભગ બમણો છે.

આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ અને વિસ્ટ્રોન કોર્પએ 2022-23ના પ્રથમ નવ મહિનામાં એક અબજ ડોલરથી વધુના એપલના સાધનો વિદેશમાં મોકલ્યા છે. એપલ માટે ઉત્પાદન કરતી બીજી કંપની પેગાટ્રોન કોર્પ. જાન્યુઆરી સુધીમાં લગભગ $500 મિલિયનના સાધનોની નિકાસ કરે તેવી અપેક્ષા છે.

એપલની ઝડપથી વધી રહેલી નિકાસની સંખ્યા
કંપની ચીનની બહાર કામગીરી વિસ્તારી રહી છે. ઝેંગઝોઉમાં ફોક્સકોનની મુખ્ય ફેક્ટરીમાં અરાજકતાએ કંપનીની સપ્લાય ચેઇનમાં નબળાઈઓ ઉજાગર કરી અને તેને ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. બીજી તરફ, ભારત સરકાર વિદેશી કંપનીઓને આકર્ષવા માટે વિવિધ સુધારા સાથે પ્રોત્સાહનો આપી રહી છે. વિશાળ કાર્યબળ અને સમૃદ્ધ સ્થાનિક બજાર ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે મુખ્ય ઉમેદવાર બનાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT