ઈન્ડિયન શેર માર્કેટમાં આજે મંગળવારે હોલિડે, કોમોડિટી માર્કેટમાં ઈવનિંગ સેશનમાં થશે ટ્રેડિંગ
દિલ્હીઃ ઈન્ડિયન શેર માર્કેટ આજે મંગળવારે મોહરમ હોવાથી બંધ છે. આ દરમિયાન BSE અને NSIમાં સ્ટોક, ડેરિયેટિવ્સ અથવા કરન્સી સેગમેન્ટમાં કોઈપણ પ્રકારની ટ્રેડિંગ થશે નહીં.…
ADVERTISEMENT
દિલ્હીઃ ઈન્ડિયન શેર માર્કેટ આજે મંગળવારે મોહરમ હોવાથી બંધ છે. આ દરમિયાન BSE અને NSIમાં સ્ટોક, ડેરિયેટિવ્સ અથવા કરન્સી સેગમેન્ટમાં કોઈપણ પ્રકારની ટ્રેડિંગ થશે નહીં. વળી બીજી બાજુ કોમોડિટી માર્કેટમાં મોહરમના અવસરે મંગળવારે સવારે સેશન (9થી 5 વાગ્યા સુધી) બંધ રહેશે. જ્યારે ઈવનિંગ સેશન સાંજે પાંચ વાગ્યાથી 11.30 સુધી કારોબાર ચાલુ રહેશે. આવી જ રીતે NCDEXમાં સાંજે 5 વાગ્યાથી 9 સુધી કારોબાર ચાલુ રહેશે.
સેનસેન્ક ક્લોઝિંગ- સોમવાર
આજે સોમવારે કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ છે અને આજે શેરબજારમાં સારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી 12 એપ્રિલ પછી પ્રથમ વખત 17,500ની સપાટી ઉપર બંધ થયો હતો. શેર બઝારમાં તેજીના માહોલ વચ્ચે આજે બીએસઇના આઇટી અને ઓઇલ-ગેસ સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં તેજીની અસર જોવા મળી હતી.
ક્લોઝિંગ બેલ
ભારતીય શેર બજારમાં મેટલ, એનર્જી, ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી.પહેલા દિવસના કારોબારના અંતે સેન્સેક્સ 465.14 પોઈન્ટ એટલેકે 0.80 ટકાના વધારા સાથે 58,853.07ની સપાટી પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 127.60 પોઈન્ટ એટલેકે 0.73 ટકાના વધારા સાથે 17,525.10ની સપાટી પર બંધ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT