Income Tax Rule: આ લોકોને ITR ભરવાની જરૂર નથી, સરકારે આપી છે ખુલી છુટ

ADVERTISEMENT

ITR Filling
ITR Filling
social share
google news

નવી દિલ્હી : ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની આજે અંતિમ તારીખ છે. જો તમે હજી સુધી આ જરૂરી કામ નથી કર્યું તો તેને ઝડપથી પુર્ણ કરો નહી તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. આવકવેરા વિભાગ ટેક્સપેયર્સને લાંબા સમયથી આઇટીઆર નિશ્ચિત સમય સીમા સુધીમાં ભરવાની સલાહ આપતું રહ્યું છે. જો કે શું તમે જાણો છો કે કેટલાક લોકોને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની જરૂર નથી હોતી. સરકારે આ વર્ગ માટે છુટનું પ્રાવધાન રાખ્યું છે. આવો જણાવીએ કે કયા લોકોને આ ખાસ માહિતી મળેલી છે અને તેના માટે શું શરતો છે.

31 માર્ચ 2023 થી આવકની ગણત્રી
Income Tax ના નિયમો અનુસાર અનેક વરિષ્ઠ નાગરિકો (senior citizen) માટે આઇટીઆર ભરવું (ITR Filing) ફરજિયાત નથી હોતું. ભલે તેની વાર્ષિક આક 5 લાખ રૂપિયા કરતા વધારે હોય. જો કે તેના માટે આવકવેરા વિભાગ દ્વારા કેટલાક દિશાનિર્દેશો અને શરતો લાગુ કરવામાં આવી છે. જેમ કે આ પ્રકારના લોકોની ઉંમર 31 માર્ચ, 2023 ના રોજ 75 વર્ષ થઇ ચુકી હોય તેઓ જ આ છુટ લઇ શકે છે. એટલું જ નહી પરંતુ તે અંગે કેટલાક અન્ય નિયમો પણ લાગુ થાય છે. જેમને પુર્ણ કરનારા વરિષ્ઠ નાગરિકોને આ રાહત મળે છે.

આ હોવો જોઇએ આવકનો સ્ત્રોત
75 વર્ષના થઇ ચુક્યા છે એવા વ્યક્તિ જેમની આવકનો સ્ત્રો માત્ર પેંશન હોય તેમને આઇટીઆર ભરવામાંથી છુટ મળે છે. આ ઉપરાંત કોઇ બેંક એફડીનું વ્યાજ હોય તો પણ ચાલે છે. આ ઉપરાંત જે બેંકમાં પેંશન આવતું હોય તે સરકાર દ્વારા નોટિફાઇ હોવું જોઇએ. સરકારે નવા નિયમ અનુસાર વર્ષ 2021 માં 75 વર્ષની આયુથી વધારે લોકોને આ રાહત આપી હતી. ફાઇનાન્સ એક્ટ 2021 હેઠળ આવકવેરા અધિનિયમ 1961 માં અનેક કલમ 194-પીને સમાવેશ કરાત 75 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો જે પેંશન મેળવતા હોય હોય કે બેંકમાંથી વ્યાજ મળતું તેમને આઇટીઆર દાખલ કરવામાંથી મુક્તિ અપાઇ છે.

ADVERTISEMENT

આ ફોર્મ બેંકમા જમા કરો
નિયમ હેઠળ આવકવેરા રિટર્ન ભરવામાંથી છુટ મેળવવા માટે વ્યક્તિને બેંક દ્વારા ડિક્લેરેશન પણ કરાવવાનું હોય છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધી ફાઇલ કરવામાં આવેલા ITR નો ડેટા શેર કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા અપાયેલા ડેટા અનુસાર 30 જુલાઇ, 2023 સુધી દેશના 6 કરોડથી વધારે ટેક્સપેયર્સ પોતાનું રિટર્ન ફાઇલ કરી ચુક્યા છે. જો તમે તે પૈકી એક નથી અને તમે 2022-23 માટે ITR ફાઇલ નથી કર્યું તો સમય ગુમાવ્યા વગર આજે જ આઇટીઆર ફાઇલ કરો કારણ કે આજે છેલ્લો દિવસ છે. જો આજે નહી કરો તો તમારી 5000 જેટલી મોટી રકમ ચુકવવી પડી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT