મોંઘવારીનો માર, રેપો રેટમાં 0.50 ટકાનો વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ઓગસ્ટ 2022ની મીટિંગ શુક્રવારે પૂરી થઈ. બુધવારથી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે 10 વાગ્યે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં 1.40 ટકાનો વધારો થયો છે. હવે તેની અસર હોમ લોનથી લઈને પર્સનલ લોન સુધીના લોકોની EMI પર જોવા મળશે.

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક અગાઉ સોમવારથી બુધવાર સુધી યોજાવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મેથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટી ની ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. મે 2022ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. તે પછી જૂન મહિનામાં મોનેટરી પોલિસી કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. લગભગ બે વર્ષ સુધી રેપો રેટ માત્ર 4 ટકા જ રહ્યો. હવે રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે.

સરકાર અને રિઝર્વ બઁકના પ્રયાસો પછી મોંઘવારી પર થોડો નિયંત્રણ આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરી રહી છે. યુએસમાં ઐતિહાસિક ફુગાવાના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં સતત વધારો કરી રહ્યું છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ આ સપ્તાહે રેકોર્ડ 27 વર્ષમાં વ્યાજ દરમાં સૌથી મોટો વધારો (0.50 ટકા) જાહેર કર્યો છે. આ કારણે લગભગ તમામ વિશ્લેષકો માની રહ્યા હતા કે રેપો રેટ વધશે. મોટાભાગના વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું હતું કે રિઝર્વ બેંક આ વખતે રેપો રેટ 0.35 ટકાથી વધારીને 0.50 ટકા કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT