1 ઓગસ્ટથી બદલાઈ જશે Google Mapsનો નિયમ, જાણો તમારે કેટલા રૂપિયા આપવા પડશે?

ADVERTISEMENT

Google Maps
ગૂગલ મેપ્સના નવા નિયમ
social share
google news

Google Maps New Rules : ગૂગલ મેપ્સ દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગૂગલ મેપનો આ નિયમ 1 ઓગસ્ટ, 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ગૂગલ મેપે કિંમતમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે ગૂગલ મેપની ફી ડોલરને બદલે ભારતીય રૂપિયામાં સ્વીકારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ એવા સમયે થયું છે જ્યારે ઓલા મેપ માર્કેટમાં આવી ચુક્યું છે. આ ઉપરાંત ઓલ મેપને પણ મફતમાં વાપરી શકાય છે.

સામાન્ય વપરાશકર્તાના દૃષ્ટિકોણથી ગૂગલ મેપમાં આ ફેરફાર તમારા પર વધુ અસર કરશે નહીં. પરંતુ જો તમે બિઝનેસ માટે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારે તેના માટે પહેલા કરતા ઓછા પૈસા ચૂકવવા પડશે. ઉપરાંત, તમે ડૉલરને બદલે Google Map ને ભારતીય રૂપિયામાં ચૂકવી શકશો.

યુઝર્સના મનમાં છે આવા સવાલ

યુઝર્સના મનમાં સવાલ એ છે કે જ્યારે ગૂગલ મેપ ફ્રી છે, તો પછી કયા ચાર્જની વાત થઈ રહી છે? આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે સામાન્ય લોકો માટે ગૂગલ મેપનો ઉપયોગ મફત છે. પરંતુ જો તેનો ઉપયોગ વ્યવસાય માટે થાય છે તો તેના માટે ચાર્જ લેવામાં આવે છે. આને એક ઉદાહરણથી સમજો.

ADVERTISEMENT

ઉદાહરણ તરીકે રેપિડો એક રાઇડિંગ શેર કંપની છે. કંપની નેવિગેશન માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ગૂગલ મેપનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. હવે આ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગૂગલ ભારતીયો પાસેથી નેવિગેશન માટે 4 થી 5 ડોલરની માસિક ફી લેતું હતું, જેમણે 1 ઓગસ્ટથી તેમની ફી ડોલરને બદલે ભારતીય રૂપિયામાં ચૂકવવી પડશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગૂગલ મેપની જેમ હવે OLA Maps! ભારતીય કંપનીએ લોન્ચ કર્યો નવો મેપ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT