એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં અદાણીનો દબદબો

ADVERTISEMENT

gujarattak
social share
google news

એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણીનો દબદબો યથાવત રહ્યો છે. ગૌતમ અદાણીએ ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને આ વર્ષે સૌથી વધુ કમાણી કરવા વાળા ઉધ્યોગપતિની સંપતિમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ઉધ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ ખૂબ જલ્દી ટોપ-3ની યાદીમાં હશે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા મુજબ તો ગૌતમ અદાણી જે ઝડપે આગળ વધી રહ્યા છે, જો તે ચાલુ રહેશે તો ટૂંક સમયમાં તે ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ત્રીજા ક્રમે આવી જશે. એમેઝોનના જેફ બેઝોસને પણ પાછળ છોડી દેશે. જેફ હાલમાં ત્રીજા સ્થાન પર છે. બંને વચ્ચે સંપત્તિનું અંતર સતત ઘટી રહ્યું છે. ગૌતમ અદાણીની નેટવર્થ $1.2 બિલિયન વધીને $131.1 બિલિયન થઈ ગઈ છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા છે.

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં જેફ બેઝોસનું નામ લેવામાં આવતું હતું. તેમની સંપત્તિમાં વર્ષ 2022માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ પહેલા એલન મસ્કે તેમની પાસેથી સૌથી અમીરનો તાજ છીનવી લીધો હતો અને જેફ બેઝોસ બીજા ક્રમે આવી ગયા હતા. ત્યાર બાદ ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટે બેઝોસને પાછળ છોડ્યા હતા. જેફ બેઝોસની નેટવર્થની વાત કરવામાં આવે તો તેઓ 165.1 બિલિયન ડોલર સાથે અત્યારે યાદીમાં ત્રીજા નંબરે છે.

ADVERTISEMENT

ગૌતમ અદાણી વર્ષ 2022માં વિશ્વના તમામ ટોચના અમીરોમાં સૌથી વધુ કમાણી કરનાર છે. ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. અદાણી અને જેફ બેઝોસની સંપત્તિમાં તફાવતની વાત કરીએ તો હવે તેમની નેટવર્થમાં માત્ર $34 બિલિયનનો તફાવત છે.

ગુરુવારે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ હવે પાંચમા સ્થાનના બદલે છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ $107 બિલિયન છે. જ્યારે, લેરી એલિસન $107.6 બિલિયન સાથે પાંચમા સ્થાને છે. ટોપ-10 અમીરોની યાદીમાં એવા બે નામ છે જેમની સંપત્તિ 100 અબજ ડોલરથી ઓછી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. અંબાણીની નેટવર્થ $184 મિલિયન ઘટીને $94.7 બિલિયન થઈ છે. આ આંકડા સાથે તે 10મા નંબર પર છે. જ્યારે 9મા અમીર સર્ગેઈ બ્રિનની સંપત્તિ $97.6 બિલિયન છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT