ત્રણ સપ્તાહમાં FPIનું 44,481 કરોડનું રોકાણ, ડૉલર ઇન્ડેક્સ પર રહેશે નજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ચાલુ મહિનાના પહેલાં ત્રણ સપ્તાહમાં શેરબજારમાં રૂ. 44,481 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ જુલાઈમાં આ રોકાણકારોએ રૂ.5,000 કરોડનું રોકાણ કર્યું હતું. અમેરિકામાં ફુગાવાના નીચા દર અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થવાને કારણે આવું બન્યું છે.

ઓક્ટોબર 2021થી જૂન 2022ની વચ્ચે આ રોકાણકારોએ ભારતીય બજારમાંથી 2.46 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આ સમયગાળા દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) 16 ટકાથી વધુ ઘટ્યો હતો. જ્યારે ઓગસ્ટ મહિનામાં રોકાણકારોના વળતરને કારણે માર્કેટમાં વધારો થયો હતો અને સાડા ચાર મહિના બાદ સેન્સેક્સ 60 હજારને પાર ગયો હતો.

કોટક સિક્યોરિટીઝના રિટેલ, ઇક્વિટી રિસર્ચના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોનું રોકાણ આગળ જતાં અસ્થિર રહી શકે છે. જોકે નાણાકીય નીતિઓ કડક થવાથી ફુગાવાની વધતી ચિંતાઓ હળવી થવાથી અને ફર્સ્ટ ક્વાર્ટરમાં સારા કોર્પોરેટ રિઝલ્ટ્સને કારણે આ રોકાણકારો ઊભરતાં બજારોમાં રહેશે.

ADVERTISEMENT

ડૉલર ઇન્ડેક્સ પર નજર રાખવામાં આવશે
વિદેશી રોકાણકારો ડૉલર ઇન્ડેક્સના આધારે ખરીદી કરશે. ડોલર ઈન્ડેક્સ જુલાઈમાં 109થી ઘટીને ઓગસ્ટમાં 105 થઈ ગયો છે. જોકે, 19 ઓગસ્ટે તે 107ને પાર કરી ગયો હતો. જો ઉપરનું વલણ ચાલુ રહેશે તો વિદેશી રોકાણકારો પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી 70,000 કરોડ ઉપાડ
રોકાણકારોએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ. 70,000 કરોડ ઉપાડી લીધા છે. ડેટ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13 લાખ કરોડ હતી, તે જૂન ક્વાર્ટરમાં ઘટીને રૂ. 12.35 લાખ કરોડ થઈ હતી.

ADVERTISEMENT

ફુગાવાના ઊંચા દર અને વધતા વ્યાજદરના કારણે આવું બન્યું છે. આ સતત ત્રીજું ક્વાર્ટર છે જેમાં ડેટ ફંડમાંથી ઉપાડ થયો છે. જોકે, એપ્રિલ મહિનામાં રૂ. 54,756 કરોડનું રોકાણ થયું હતું, પરંતુ મે અને જૂનમાં તેમાંથી રૂ. 32,722 અને રૂ. 92,242 કરોડ પાછા ખેંચાયા હતા.

ADVERTISEMENT

ટોચની 10 કંપનીઓની માર્કેટ મૂડીમાં
શેરબજારની ટોચની 10 કંપનીઓની માર્કેટ મૂડીમાં ગત સપ્તાહે રૂ. 30,737 કરોડનો ઘટાડો થયો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ 12,883 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તે પછી TCS, ICICI બેંક, SBI અને બજાજ ફાઇનાન્સનો નંબર આવે છે. બીજી તરફ, HUL, HDFC બેંક, LIC અને HDFC લિમિટેડે માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT