નાણા મંત્રીએ કહ્યું- સરકાર મોંઘવારી ઓછી કરશે, આવશ્યક વસ્તુની સ્થિતિ પર અમારી નજર
દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં ખાતરી આપી હતી કે સરકાર મોંઘવારીને વધુ નીચે લાવવા માટે પગલાં લેશે. મીડિયા અહેવાલો પ્રમાણે રિટેલ ફુગાવો નવેમ્બરમાં…
ADVERTISEMENT
દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં ખાતરી આપી હતી કે સરકાર મોંઘવારીને વધુ નીચે લાવવા માટે પગલાં લેશે. મીડિયા અહેવાલો પ્રમાણે રિટેલ ફુગાવો નવેમ્બરમાં 6.77થી ઘટીને 5.8 ટકાની 11 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. લોકસભાની ચર્ચાનો જવાબ આપતા સીતારમણે કહ્યું કે સામાન્ય લોકો માટે મોંઘવારી વધુ નીચે લાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ભારત ઝડપી વિકસતી અર્થ વ્યવસ્થા- સીતારમણ
મીડિયા રિપોર્ટ્સના આધારે નિર્મલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે મંદીનું કોઈ જોખમ નથી. કારણ કે ભારત નીચા ફુગાવાના સ્તર સાથે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. રાજકોષીય એકત્રીકરણ અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે GDPના 6.4 ટકાના રાજકોષીય એકત્રીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવામાં સક્ષમ હશે. તેમણે કહ્યું કે સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર પ્રતિબદ્ધ છે.
ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન પર કહ્યું…
અહેવાલો પ્રમાણે NPA (નોન પરફોર્મિંગ એસેટ્સ) વિશે, સીતારમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંને કારણે માર્ચ 2022ના અંતે તે ઘટીને 7.28 ટકા પર આવી ગયો છે. અમેરિકી ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યન અંગે નાણાપ્રધાને કહ્યું કે ઘરેલું એકમ અન્ય તમામ કરન્સી સામે સારું પ્રદર્શન કરી રહ્યું છે. વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને નાણામંત્રીએ કહ્યું કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વિશ્વમાં સૌથી મોટો છે.
ADVERTISEMENT
તેમણે એ પણ સંકેત આપ્યો કે નાણાકીય વર્ષ 2022-23 માટે અનુદાન માટે વધુ એક પૂરક માંગણીઓ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આની સાથે નાણાકીય વર્ષ 2022-23 માટે અનુદાન માટે વધુ એક પૂરક માંગણીઓ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT