Demat Account: ડીમેટ એકાઉન્ટે બનાવ્યો નવો રેકોર્ડ, ઓક્ટોબર મહિનામાં 13 કરોડનો આંકડો પાર
Demat Accounts Increased: બજારમાં તેજી અને મળી રહેલા સારા વળતરને કારણે દેશમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં ઓક્ટોબર સુધી 13.22 કરોડથી વધુ…
ADVERTISEMENT
Demat Accounts Increased: બજારમાં તેજી અને મળી રહેલા સારા વળતરને કારણે દેશમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં ઓક્ટોબર સુધી 13.22 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલી ચૂક્યા છે. આ આંકડો છેલ્લા 11 મહિનામાં સૌથી વધારે છે. તેમાંથી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (સીડીએસએલ)માં લગભગ 9.85 કરોડ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ)માં 3.38 કરોડથી વધુ એકાઉન્ટ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ લગભગ 2.79 કરોડ ડીમેટ એકાઉન્ટ વધી ગયા છે.
સારું વળતર આપી રહ્યા છે મિડકેપ અને સ્મોલકેપ
શેર બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાથી બજારમાં ઘણી તેજી જોવા મળી છે. અત્યાર સુધી મિડકેપ શેયર્સે સારું રિટર્ન આપ્યું છે. આ વર્ષે બીજા પણ ઘણા ફેરફારો જોવા મળશે, કારણ કે મિડકેપ અને સ્મોલકેપ વધુ સારું વળતર આપી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો આ શેરોમાં પૈસાનું રોકાણ કરવાનું પસંદ કરે છે. માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.34 ટકા અને નિફ્ટીમાં 11.24 ટકાનો ઉછાળો આવ્યો છે.
હજુ પણ વધતા રહેશે ડીમેટ એકાઉન્ટ
ભવિષ્યમાં પણ ગત વર્ષની સરખામણીએ તેજી જોવા મળશે. હજુ પણ રોકાણકારોની સંખ્યા ઘણી ઓછી છે. ડીમેટ એકાઉન્ટમાં વધારો થવાનો સીધો અર્થ એ છે કે શેરબજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે.
ADVERTISEMENT
માર્ચ મહિનાથી શેરબજારમાં તેજી
માર્ચ મહિના પછીથી રોકાણકારોને સારો નફો થયો છે, જેની અસર ડીમેટ એકાઉન્ટ પર પણ જોવા મળી રહી છે. પહેલા પણ માર્કેટમાં આવેલી તેજીએ ડીમેટ એકાઉન્ટ પ્રત્યે લોકોની ઝોક વધાર્યો છે.
ડિજિટલ એપ્સનો મોટો ફાળો
ડિજિટલ ક્રાંતિના કારણે કંપનીઓમાં પણ ફેરફાર થયા છે. ટેક્નોલોજીની મદદથી કંપનીઓ ઝડપથી વધુને વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી રહી છે. ડિજિટલ એપ નવા લોકોને ડીમેટ એકાઉન્ટ સાથે જોડે છે. આ એપ્સના કારણે જૂની કંપનીઓએ પણ તેમની સેવાઓમાં સુધારો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT