ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયામાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો, સ્થાનિક ચલણ પર દબાણ વધ્યું
મુંબઈઃ બુધવારે રૂપિયો ડોલર સામે 62 પૈસા ગગડીને 79.15 પર બંધ થયો હતો, જે એક મહિનાની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 7 માર્ચ,…
ADVERTISEMENT
મુંબઈઃ બુધવારે રૂપિયો ડોલર સામે 62 પૈસા ગગડીને 79.15 પર બંધ થયો હતો, જે એક મહિનાની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 7 માર્ચ, 2022 પછી રૂપિયામાં એક દિવસનો આ સૌથી મોટો ઘટાડો છે. જુલાઈમાં વધતી જતી વેપાર, સર્વિસ સેક્ટરની વૃદ્ધિ ધીમી ગતિએ થવી અને તાઈવાન પર યુએસ અને ચીન વચ્ચેના ઘર્ષણનાં કારણે રોકાણકારોની ધારણાઓમાં ઘટાડો થયો હતો, જેના કારણે સ્થાનિક ચલણ પર દબાણ વધ્યું છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 78.70 પર નબળાઈ સાથે ખુલ્યો હતો. દિવસ દરમિયાન આમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ મંગળવારે રૂપિયો 53 પૈસા મજબૂત થઈને 11 મહિનામાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને 78.53ની એક મહિનાની ઊંચી સપાટીએ બંધ થયો હતો. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે અન્ય એશિયન કરન્સી સામે રૂપિયાનું પ્રદર્શન ઓછું રહ્યું છે.
- રૂપિયો ડોલર સામે 62 પૈસા ઘટીને 79.15 પર પહોંચ્યો હતો.
BNP પારિબાનાં સંશોધન વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાથી રૂપિયાના ઘટાડાને રોક્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો બુધવારે મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. તેણે રૂ.765 કરોડના શેર ખરીદ્યા હતા.
ADVERTISEMENT
સોનું રૂ. 208 સસ્તું, ચાંદીનાં ભાવમાં રૂ. 1,060નો ઘટાડો
દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનું રૂ. 208 ઘટીને રૂ. 51,974 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી પણ 1,060 રૂપિયા સસ્તી થઈને 57,913 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે ડોલરમાં કરેક્શન અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનામાં થોડો ફાયદો થયો છે.
સેન્સેક્સમાં 214 પોઈન્ટનો ઉછાળો
સ્થાનિક શેરબજારમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 214.17 પોઈન્ટ વધીને 58,350.53 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 42.70 પોઈન્ટના ઉછાળા સાથે 17,388.15 પર બંધ રહ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT