મોંઘવારીથી રાહત! LPG સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો થયો, જાણો ફેરફારો વિશે વિગતવાર
દિલ્હીઃ આજે પહેલી નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે IOCLએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 115 રૂપિયાનો ઘટાડો કરાયો…
ADVERTISEMENT
દિલ્હીઃ આજે પહેલી નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે IOCLએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 115 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે પેટ્રોલિયમ કંપનીએ ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. મે 2022થી આમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાણો ભાવ ઘટાડાની અપડેટ્સ
ભાવમાં ઘટાડો થયા રછી દેશના મહાનગરોમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલો સિલિન્ડરની કિંમત 1859.5 રૂપિયાથી ઘટીને 1744 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં 1995.50 રૂપિયાથી ઘટીને 1846 રૂપિયા, મુંબઈમાં 1844 રૂપિયાથી ઘટીને 1696 રૂપિયા અને ચેન્નઈમાં કમર્શિયલ LPG સિલેન્ડરના ભાવ 2009.50 રૂપિયાથી ઘટીને 1893 રૂપિયા થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT