ગુજરાતમાં બનશે Coca Cola નો પ્લાન્ટ, સાણંદ નજીક કરશે 3000 કરોડ રૂપિયાનું રોકાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Coca Cola Plant in Gujarat: ગુજરાતમાં વધુ એક મલ્ટી નેશનલ કંપની રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની કોકા કોલા (Coca Cola) ગુજરાતમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે અને અમદાવાદ નજીક સાણંદમાં રૂપિયા 3000 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે. આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.

સાણંદમાં કોકા કોલાનો પ્લાન્ટ

TOIના રિપોર્ટ મુજબ, અમદાવાદ નજીક સાણંદના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં કોકા કોલા 1.60 લાખ ચોરસ મીટરના પ્લોટમાં પ્લાન્ટ બનાવશે. રિપોર્ટ મુજબ, આ પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટિક હશે અને તેમાં રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. પ્લાન્ટમાં ઓટોમેટેડ સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમ હશે. આ પ્લાન્ટથી અંદાજે 1000 જેટલા લોકોને રોજગારી મળશે, પ્લાન્ટ શરૂ થયા બાદ 400 જેટલા લોકોને નોકરી મળશે. કંપની દ્વારા આ રોકાણ ઈન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ મારફતે કરવામાં આવશે.

પહેલાથી કંપનીની બે બોટલિંગ ફેસેલિટી ગુજરાતમાં

ખાસ છે કે કોલા કોલાએ ગુજરાતમાં પાર્ટનરશીપમાં પહેલાથી બે મોટા રોકાણ કર્યા છે. જેમાં ગોબલજ પાસે બોટલિંગ ફેસિલિટી ધરાવે છે. જ્યારે સાણંદમાં પણ બીજી બોટલિંગ ફેસિલિટી છે. આ બંને પ્લાન્ટ મારફતે કંપનીએ ગુજરાતમાં 180 મિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. ત્યારે કંપની દ્વારા ગુજરાતમાં હવે વધુ 3000 કરોડનું રોકાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT