સપ્તાહના પ્રથમ દિવસે, શેરબજારમાં ગાબડું, સેન્સેકસે ગુમાવી 58,000ની સપાટી

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

નવી દિલ્હી:  કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં ભારે ઘટેદો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, રિયલ્ટી, ઓટો શેરો, આઈટી ફાર્મા, ઈન્ફ્રા શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે Sensex 872.28 પોઈન્ટ્સ એટલે કે 1.46 ટકાના ઘટાડા સાથે 58,773.87ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 267.75 પોઈન્ટ્સ એટલે કે, 1.51 ટકાના ઘટાડા સાથે 17,490.70ની સપાટી પર બંધ રહ્યો હતો.

શુક્રવારની સ્થિતિ
અગાઉના ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે સેન્સેક્સ 651.85 પોઈન્ટ એટલે કે, 1.08 ટકા ઘટીને 59,646.15ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 198.05 પોઈન્ટ એટલે કે, 1.10 ટકાના ઘટાડા સાથે 17,758.45ની સપાટી પર બંધ રહ્યો હતો.

આજની શરૂઆત
સપ્તાહના પ્રથમ દિવસે ગ્લોબલ માર્કેટની અસર પણ જોવા મળી હતી, સેન્સેક્સ 285 પોઈન્ટ તૂટયો હતો અને 59,361ની સપાટી ગુમાવી હતી. જ્યારે નિફ્ટી 76 પોઈન્ટ તૂટી અને 17,682 પોઈન્ટ ખૂલ્યો હતો.

ADVERTISEMENT

આજે આ શેરમાં થયો ઘટાડો
આજના દિવસે licના શર્મા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 10.40 પોઈન્ટ તૂટી અને 675.55ની સપાટીએ બંધ થયો હતો.આજના ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 4.45 ટકા, એશિયન પેઇન્ટ્સ 3.83 ટકા, વિપ્રો 2.90 ટકા, બજાજ ફાઇનાન્સ 2.89 ટકા, લાર્સન 2.80 ટકા, બજાજ ફિનસર્વ 2.77 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.70 ટકા, કોટક મહિન્દ્રા 23 ટકા, સન 23 ટકા, મહિન્દ્રા 2.8 ટકા. ફાર્મા 2.26 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

આજે શેર બજારમાં આ શેરમાં જોવા મળ્યો વધારો
આજે સપ્તાહના પ્રથમ દિવસે ટાટા કન્ઝયુમર પ્રોડકટ 0.90 ટકા, આઇટીસી 0.85 ટકા, કોલ ઈન્ડિયા 0.60 ટકા, બ્રિટેનિયા 0.50 ટકા, નેસલે 0.60 ટકાની તેજી જોવા મળી હતી

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT