સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ફસાયા અશનીર ગ્રોવર, આબરું અને પૈસા બંને ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ashaneer Grover Fined: દિલ્હી હાઈકોર્ટે BharatPeના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવર પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ દંડ Bharat Pay વિશે અયોગ્ય પોસ્ટ શેર કરવા બદલ લગાવ્યો છે. આ પહેલા અશનીર ગ્રોવરે કોર્ટને ખાતરી આપી હતી કે તે ફરી આવું નહીં કરે. આ પહેલીવાર નથી કે જ્યારે અશનીર ગ્રોવરે Bharat Pay વિરુદ્ધ કંઈક કહ્યું હોય. 81 કરોડની છેતરપિંડીના આરોપમાં BharatPeમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અશનીર ગ્રોવરે કંપની વિરુદ્ધ ઘણી વખત પોસ્ટ કરી હતી.

માફી પછી પણ દંડ વસૂલવામાં આવ્યો

BharatPe એ અશનીર ગ્રોવરને કંપની વિરુદ્ધ પોસ્ટ કરવાથી રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અશનીર ગ્રોવરે તેની પોસ્ટ માટે કોર્ટમાં માફી માંગી અને ભવિષ્યમાં આવી પોસ્ટ શેર ન કરવા જણાવ્યું. આ પછી કોર્ટે અશનીર ગ્રોવર વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કોર્ટમાં પોતાની પોસ્ટ માટે માફી માંગ્યા પછી પણ અશનીર ગ્રોવર પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગોપનીય માહિતી શેર કરવાનો આરોપ

24 નવેમ્બરના રોજ, ફિનટેક ફર્મ BharatPeની પેરેન્ટ કંપની, Resilient Innovation એ દિલ્હી હાઈકોર્ટમાં એક નવો કેસ દાખલ કર્યો, જેમાં આરોપ લગાવ્યો કે અશનીર ગ્રોવરે કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરી છે. ETના અહેવાલમાં જણાવાયું છે કે, કંપનીએ અશનીર ગ્રોવર સામે પોસ્ટ શેર ન કરવાની માંગ કરી હતી. બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાના ભૂતપૂર્વ જજે ગયા સપ્તાહ દરમિયાન આ પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટમાં, અશનીર ગ્રોવરે કંપનીના સિરીઝ E ફંડિંગ રાઉન્ડમાં સમાવિષ્ટ ઇક્વિટી અને સેકન્ડરી કમ્પોનન્ટના ડિસ્ટ્રીબ્યૂશન વિશે માહિતી આપી હતી.

ADVERTISEMENT

અશનીર ગ્રોવરે શું પોસ્ટ કરી?

અશનીર ગ્રોવરે ટ્વીટ કર્યું કે, ટાઈગર ગ્લોબલની આગેવાની હેઠળ અને ડ્રેગનિયર ઈન્વેસ્ટર ગ્રુપ અને અન્યોની ભાગીદારીથી ફંડિંગ રાઉન્ડે $370 મિલિયન એકઠા કર્યા અને પરિણામે BharatPeનું મૂલ્ય $2.86 બિલિયન થયું. જો કે આ પછી અશનીર ગ્રોવરે આ ટ્વીટ હટાવી દીધું હતું. કંપનીનો આરોપ છે કે અશનીર ગ્રોવરની આ પોસ્ટ કંપની વિશેની ગોપનીય માહિતી જાહેર કરી રહી છે, જેના માટે કોર્ટે અશનીર ગ્રોવર પર દંડ ફટકાર્યો છે.

EOW ફ્રોડ કેસની તપાસ કરી રહી છે

નોંધનીય છે કે અશનીર ગ્રોવર કથિત છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) સમક્ષ હાજર થયા હતા. EOW આઠ માનવ સંસાધન (HR) કન્સલ્ટન્સી ફર્મ્સ અને ગ્રોવરની પત્ની માધુરી જૈનના સંબંધીઓ વચ્ચેની લિંક્સ અને નાણાંની લેવડદેવડની તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT