TIM COOK પાસેથી અંબાણી વસૂલશે કરોડો રૂપિયા ભાડું, APPLE STORE નું ભાડુ સાંભળી ચોંકી ઉઠશો
નવી દિલ્હી : ભારતમાં પહેલો અધિકારીક એપલ સ્ટોર ઓપન થઇ ચુક્યો છે. મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આ ખુલ્યો છે. તેનું ઓપનિંગ સેરેમની માટે APPLE CEO…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતમાં પહેલો અધિકારીક એપલ સ્ટોર ઓપન થઇ ચુક્યો છે. મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આ ખુલ્યો છે. તેનું ઓપનિંગ સેરેમની માટે APPLE CEO ટિમ કુકમ પોતે ભારત પહોંચ્યા હતા. તેમણે પોતે આ સ્ટોરનું ઉદ્ધાટન કર્યું. માયાનગરીમાં ખુલેલા આ APPLE BKC સ્ટોરને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં ખોલવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટિમ કુક આ જગ્યા માટે પ્રતિ માસ લાખો અને પ્રતિ વર્ષ કરોડો રૂપિયાની ચુકવણી મુકેશ અંબાણીને કરશે.
એપ્પલે રિલાયન્સ મોલમાં સ્ટોર ખોલવા લાંબો એગ્રીમેન્ટ કર્યો
અહેવાલો અનુસાર એપલે ભારતમાં પોતાનો પ્રથમ સ્ટોર રિલાયન્સ મોલમાં ખોલવા માટે ખુબ જ લાંબો એગ્રીમેન્ટ કર્યો છે. APPLE STORE માટે લગભગ 20,800 વર્ગ ફુટની જગ્યા ભાડે લેવામાં આવી છે. જે અંગે APPLE BKS ખોલવામાં આવ્યો છે. આ જગ્યાને ભાડે લેવા માટે કંપની દ્વારા 133 મહિના એટલે કે 11 વર્ષની લીડનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણઆવાયું છે કે, આ જગ્યા માટે એપલ દ્વારા મુકેશ અંબાણીને પ્રતિમાસ 42 લાખ રૂપિયા ભાડા તરીકે ચુકવવામાં આવશે.
એપલ સ્ટોરનું ભાડુ પ્રતિ ત્રણ વર્ષે રિવાઇઝ કરવામાં આવશે
APPLE BKC Store નું ભાડુ પ્રતિ ત્રણ વર્ષમાં રિવાઇઝ કરવામાં આવશે. એગ્રીમેન્ટના અનુસાર 3 વર્ષના અંતરમાં ભાડાની નિશ્ચિત રકમને 15 ટકા વધારવામાં આવશે. અંબાણી પરિવારના રિલાયન્સ જીયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં ખુલેલા આ સ્ટોર માટે કંપનીને ન માત્ર દર મહિને ભાડાની આટલી મોટી રકમ ચુકવવી પડશે. જો કે શરૂઆતી ત્રણ વર્ષ માટે 2 ટકા અને ત્રણ વર્ષ બાદ 2.5 ટકા રાજસ્વનું યોગદાન પણ રહેશે. મુંબઇમાં ખુલેલા આ APPLE BKC માં હાલ 100 કર્મચારીઓ કામ કરશે. જે લોકોને 20 ભાષામાં વાતચીત કરી શકશે. એપલની વેબસાઇટ જેવું કે અહીં પણ યુઝર્સને ટ્રેડ ઇન પ્રોગ્રામનું ઓપ્શન મળશે. જેના હેઠળ જુના ડિવાઇસ એક્સચેન્જ કરાવીને નવું ડિવાઇડ ખરીદી શકો છો. આ ઉપરાંત આ એપલ સ્ટોરમાં 4.50 લાખ ટિંબર એલિમેન્ટ્સ યુઝ કરવામાં આવ્યા છે. આ એપલ સ્ટોરમાં એપલ પિકઅપ સર્વિસ પણ દેવામાં આવશે એટલે કે કસ્ટમર્સ ઘરથી જ પ્રોડક્ટ સિલેક્ટ કરીને ઓર્ડર કરી શકે છે. સ્ટોરમાં જઇને પિકઅપ કરી શકે છે.
ADVERTISEMENT
એપલ સ્ટોર 100 ટકા રિન્યુએબલ એનર્જીથી સંચાલિત થશે
કંપનીના અનુસાર ભારતનો આ પહેલો એપલ સ્ટોર 100 % રિન્યુએબલ એનર્જીથી ઓપરેશનલ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપલે ભારતમાં પહેલીવાર 1948 માં MACINTOSH ને રજુ કરવામાં આવ્યું હતું. 25 વર્ષ બાદ પહેલો એપલ સ્ટોર એપલ બીકેસી, મુંબઇમાં ખુલશે. એપલના સીઇઓ ટિમ કુકે કહ્યું કે, આ એક લાંબી યાત્રા રહી છે. મને આનંદ છે કે, એપલ ભારતમાં પોતાનો સ્ટોર ખોલી રહ્યા છે.
ADVERTISEMENT