અદાણી-હિંડનબર્ગ મામલામાં જસ્ટીસ સપ્રે સમિતિએ સુપ્રીમ કોર્ટને આપી સીલબંધ રિપોર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલામાં તપાસને લઈને ભારે ઉહાપોહ થયો હતો. તેમાં પણ રિપોર્ટ બંધ કવરમાં આપવા મામલે પણ ઘણા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. જોકે આજે આ મામલાને લઈને માર્ચમાં સુપ્રીમ કોર્ટની બનાવવામાં આવેલી છ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ તરફ એક્સપર્ટ પેનલે રિપોર્ટ ફાઈનલ છે કે સમય માગ્યો છે તે નિશ્ચિત નથી થયું પણ બીજી બાજુ કમિટિ સેબીએ પણ શનિવાર સુધી સેબીએ વધુ સમય માગ્યો છે.

તપાસ રિપોર્ટને લઈને ઉત્સુકઃ અદાણી ગ્રુપ
અદાણી સમૂહે કહ્યું કે, તે પણ તપાસ રિપોર્ટને લઈને ઉત્સુક છે. સુપ્રીમ કોર્ટે જ્યારે હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે આર્થિક અને નાણાકિય સંચાલનના તજજ્ઞોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો ત્યારે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પહેલી પ્રતિક્રિયા આપી હતી કે અમે આ પગલાનું સાવાગત કરીએ છીએ. કારણ કે તપાસ રિપોર્ટથી આ પુરા વિવાદ પર પૂર્ણ વિરામ લગાવી શકાય છે.

નવીન-ઉલ-હકે પોસ્ટ કરી આવી હરકતોઃ કોહલી આઉટ થતા સેલેબ્રેશન…!

રિપોર્ટ સીલ બંધ હોવાના કારણે જોકે હજુ સુધી એ બાબત સામે આવી નથી કે આ ખાસ પેનલ દ્વારા રિપોર્ટમાં કોઈ સીમા વિસ્તાર માગવમાં આવ્યો છે કે,અંતિમ રિપોર્ટ રજુ કર્યો છે. આર્થિક અને નાણાકિય મામલાઓના છ તજજ્ઞોની કમિટી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસની આગેવાની વાળી પીઠે રચી હતી. તેને સુપ્રીમ કોર્ટે અમેરિકા સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સમૂહના સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસની જવાબદારી સોંપી હતી. સમિતિને તપાસ રિપોર્ટ આપવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સમિતિએ 8 મેએ ઉચ્ચ ન્યાયાલયને એક સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT