5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ, 7 દિવસમાં સરકારને થઈ બમ્પર કમાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્પેક્ટ્રમની હરાજી સોમવારે પૂર્ણ થઈ છે. આ સાત દિવસની હરાજીમાં રૂ. 1.5 લાખ કરોડથી વધુ મૂલ્યના 5G ટેલિકોમ સ્પેક્ટ્રમનું રેકોર્ડ વેચાણ થયું હતું. આ હરાજીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની (Jio)એ સૌથી વધુ બોલી લગાવી હતી. આ હરાજીમાં કુલ 1,50,173 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે ઓફર કરાયેલા 5G સ્પેક્ટ્રમની હરાજી રકમ ગયા વર્ષે વેચવામાં આવેલા રૂ. 77,815 કરોડના 4G સ્પેક્ટ્રમ કરતાં લગભગ બમણી છે. આ રકમ 2010માં 3G હરાજીમાંથી મળેલા રૂ. 50,968.37 કરોડની સરખામણીએ ત્રણ ગણી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 4Gની સરખામણીમાં 5Gમાં 10 ગણી વધુ સ્પીડ પર ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે. રિલાયન્સ જિયોએ 5G સ્પેક્ટ્રમ રેડિયો ફ્રીક્વન્સી માટે સૌથી વધુ બોલી લગાવી હતી. તે પછી ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડનો નંબર આવે છે.

અદાણી ગ્રુપે ખાનગી ટેલિકોમ નેટવર્ક સ્થાપવા માટે 26 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. જો કે, કઈ કંપનીએ સ્પેક્ટ્રમ ખરીદ્યું તેની વિગતો હરાજીનો ડેટા સંપૂર્ણ રીતે બહાર આવ્યા પછી જ જાણી શકાશે.

ADVERTISEMENT

સરકારે 10 બેન્ડમાં સ્પેક્ટ્રમ ઓફર કર્યું હતું, પરંતુ 600 MHz, 800 MHz અને 2300 MHz બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે કોઈ બિડ પ્રાપ્ત થઈ ન હતી. લગભગ બે તૃતીયાંશ બિડ 5G બેન્ડ (3300 MHz અને 26 GHz) માટે હતી, જ્યારે 700 MHz બેન્ડમાં એક ક્વાર્ટરથી વધુ માંગ આવી હતી. આ બેન્ડ છેલ્લી બે હરાજી (2016 અને 2021)માં વેચાયા વગરનું રહ્યું હતું. .

ગયા વર્ષે યોજાયેલી હરાજીમાં, રિલાયન્સ જિયોએ રૂ. 57,122.65 કરોડનું સ્પેક્ટ્રમ લીધું હતું. ભારતી એરટેલે આશરે રૂ. 18,699 કરોડની બિડ કરી હતી અને વોડાફોન આઇડિયાએ રૂ. 1,993.40 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. આ વર્ષે બિડ માટે ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડની કિંમતના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયો તરંગો મૂકવામાં આવ્યા હતા. હરાજીના સંદર્ભમાં, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કહ્યું હતું કે 5G હરાજી દર્શાવે છે કે મોબાઇલ ઉદ્યોગ વિસ્તરણ કરવા માંગે છે અને વિકાસના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે.

ADVERTISEMENT

હરાજી પૂર્ણ થયા બાદ હવે મોબાઈલ કંપનીઓએ તેમની બિડના પૈસા જમા કરાવવાના રહેશે. આ પછી, સરકાર એરવેવ્સનું વિતરણ કરશે જેના માટે કંપનીઓને સ્પેક્ટ્રમ મળ્યું છે. આ પછી કંપનીઓ સેવા શરૂ કરશે. મોબાઈલ કંપનીઓ પહેલાથી જ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. જો કે, 5G સેવા સમગ્ર દેશમાં એકસાથે ઉપલબ્ધ થશે નહીં કારણ કે જ્યાં પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યાં આ સેવા શરૂ થશે. આ યાદીમાં દેશના 13 મોટા શહેરોના નામ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT