G-20 Update: PM મોદીના આ ડ્રીમ પર G-20માં લાગી મહોર, જાણો આગામી 4 વર્ષમાં શું થવાની છે? - pm modis dream gets approval from imf in g20 summit - GujaratTAK
બિઝનેસ લેટેસ્ટ સ્ટોરીઝ

G-20 Update: PM મોદીના આ ડ્રીમ પર G-20માં લાગી મહોર, જાણો આગામી 4 વર્ષમાં શું થવાની છે?

G-20 Summit: ભારતમાં આયોજિત બે દિવસીય G-20 શિખર સંમેલનને સમગ્ર વિશ્વ દ્વારા સફળ જાહેર કરવામાં આવ્યું છે અને દેશની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે અને આ વાતને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંક સહિત તમામ વૈશ્વિક એજન્સીઓએ સ્વીકારી છે. G-20માં જ્યાં સભ્ય દેશોએ એક પછી […]

G-20 Summit: ભારતમાં આયોજિત બે દિવસીય G-20 શિખર સંમેલનને સમગ્ર વિશ્વ દ્વારા સફળ જાહેર કરવામાં આવ્યું છે અને દેશની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે અને આ વાતને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંક સહિત તમામ વૈશ્વિક એજન્સીઓએ સ્વીકારી છે. G-20માં જ્યાં સભ્ય દેશોએ એક પછી એક ભારતના પ્રસ્તાવો પર સહમતિ દર્શાવી હતી, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સ્વપ્નને પણ આ સમિટમાં એક રીતે મંજૂર કરવામાં આવ્યું હતું. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

2047 સુધીમાં વિકસિત દેશ બનશે

ભારતીય અર્થવ્યવસ્થા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વપ્ન ધરાવે છે તેનો ઉલ્લેખ તેઓ અને તેમની સરકારના મંત્રીઓએ અનેક પ્રસંગોએ કર્યો છે. તેમાંથી એક ભારત વર્ષ 2047 સુધીમાં વિશ્વના વિકસિત દેશોની યાદીમાં પહોંચવાનું છે અને આગામી પાંચ-છ વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવવાનું છે.

આજ અર્થવ્યવસ્થા આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહી છે. હવે તો વૈશ્વિક સંસ્થાઓએ પણ પીએમ મોદીના આ સપના પર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી છે. G-20માં હાજરી આપવા માટે દેશમાં આવેલા ભારતીય મૂળના IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે કહ્યું છે કે, વૈશ્વિક વૃદ્ધિના એન્જિન તરીકે ભારતની ભૂમિકાને નકારી શકાય નહીં.

ચાર વર્ષમાં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા!

ગીતા ગોપીનાથે કહ્યું છે કે, વર્ષ 2027-28 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે વધુમાં કહ્યું કે આગામી વર્ષોમાં ભારત વૈશ્વિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને વૈશ્વિક વિકાસમાં દેશનું યોગદાન 15 ટકા સુધી પહોંચી જશે. જો કે, આ ધ્યેય સુધી પહોંચવા માટે, તેમણે શ્રમ બજાર, વ્યવસાય કરવાની સરળતા, શિક્ષણની ગુણવત્તા અને મહિલા શ્રમ બળની ભાગીદારીમાં વધારો કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો છે.

6 ટકા વૃદ્ધિનો અંદાજ

ગીતા ગોપીનાથના મતે ભારતને લઈને જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેની વિશ્વસનીયતા પર શંકા કરવાનું કોઈ કારણ નથી. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સંતોષજનક ગતિએ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે 6 ટકાથી વધુ વૃદ્ધિનો અંદાજ મૂકતાં તેમણે કહ્યું હતું કે વૃદ્ધિના ઊંચા સ્તરને જાળવી રાખવા અને ખાનગી રોકાણને આકર્ષવા માટે માળખાકીય સુધારા જરૂરી છે. IMFના ગીતા ગોપીનાથ જ નહીં પરંતુ ભારતે લીધેલા પગલાંની વિશ્વની તમામ વૈશ્વિક એજન્સીઓએ પણ પ્રશંસા કરી છે.

જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે

ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પહેલાથી જ જારી કરવામાં આવેલા અંદાજો અનુસાર, ભારત 2027માં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં જાપાન અને જર્મની જેવા દેશોને છોડીને ત્રીજા સ્થાને પહોંચી શકે છે. 2014 થી 2023 ના સમયગાળામાં ભારતીય અર્થતંત્રે ઘણા નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે.

2014માં તે 10મા સ્થાને હતું અને આજે તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી હતી, ત્યારે ભારતીય અર્થતંત્ર આ પ્રકોપમાંથી બહાર આવ્યું અને એવી ગતિ પકડી કે સમગ્ર વિશ્વએ ભારતને એક દેશ તરીકે ઓળખ્યો.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…