મોસમની માર હવે ફૂલો પર, ગુજરાતના ખેડૂતોને નથી મળી રહ્યા ભાવઃ ગુલાબ, ગોટા જેવા ફૂલોની ખેતી કરનારને મોટું નુકસાન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ આપણી આસપાસના બાગ બગીચામાં વિવિધ પ્રકારના અનેક ફૂલ જોવા મળતા હોય છે. જો કે, આમાં સૌથી સર્વોપરિ સ્થાન ગુલાબના ફૂલનું મનાય છે. આ વર્ષે મોસમના મારને કારણે ફૂલોની કિંમત ઓછી મળી રહી છે. આથી જે ખેડૂતો ગુલાબના ફૂલની ખેતી કરે છે તેમને આ વર્ષે પૂરતો ભાવ પણ નથી મળી રહ્યો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા માવઠાના મારની અસર ફૂલોના માર્કેટ પર પણ જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો માટે ફૂલોનું સતત ડિમાન્ડમાં રહેતું બજાર છે તો બીજી તરફ વરસાદના મારને કારણે ખેતીને થયેલા નુકસાનને કારણે ન મળતો ભાવ.

મિશ્ર ઋતુનો વાગ્યો માર
ઉનાળાના પ્રારંભે ચૈત્ર મહિનામાં ગુલાબના ફૂલના પ્રતિ કિલોના ભાવ રૂ.125 થી વધુ હોય છે. જે ભાવ આ વર્ષે ખેડૂતોને ન મળતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વર્ષે 50 થી 60 રૂપિયા મળી રહ્યા છે જે મહેનત કરતા પણ ગુલાબના ફૂલની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે મિશ્ર ઋતુનો દૌર માર્ચ મહિનાના મધ્ય સુધી જોવા મળ્યો હતો. જેના કારણે ગુલાબના ફૂલનું ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો નહીં, જેથી બજારમાં ફૂલની માંગ સામે આવકનો જથ્થો વધુ હોવાથી, જે ગુલાબના પ્રતિ કિલો ભાવ મળવા જોઈએ તે મળી રહ્યા નથી.

ચોખા-લોટમાં વધ્યા ભાવ… એક વર્ષમાં કેટલી મોંઘી થઈ તમારી થાળી?

અનુકૂળ જમીન હોવા છતા સારો ભાવ નથી મળતો
આ જ સ્થિતિ પીળા ફૂલ જે સ્થાનિક ભાષામાં ‘ગાદલિયા’ તરીકે ઓળખાય છે, તેમાં પણ આવી જ જોવા મળી રહી છે. ફૂલોના ઉત્પાદન પાછળ સખત મહેનત માવજત ની જરૂર પડે છે સામે એટલા ભાવ મળતા નથી. આથી જ જૂનાગઢ પંથકમાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી સહિત અનેક પાકનું ઉત્પાદન લેતા હોય છે અને બાગાયતી પાકમાં આંબા અને ચીકુના પાકની ખેતી કરતા હોય છે. ફૂલોની ખેતી માટે અનુકૂળ જમીન હોવા છતાં ભાવ સારો ન મળતો હોય ગુલાબના ફૂલની ખેતી કરતા ખેડૂતો બહુ ઓછાં થઈ રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT