1લી જૂનથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર મોંઘા થશે, સરકારે સબસિડી 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો તેના માટે થોડો વધારે ખર્ચ કરવા તૈયાર રહો. 1 જૂનથી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (EVs) મોંઘા થશે. તેનું કારણ એ છે કે સરકારે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 જૂન અથવા તે પછી રજિસ્ટર થતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર લાગુ થશે.

સબસિડીમાં કેટલો ઘટાડો થશે
મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ત્રીના નોટિફિકેશન અનુસાર, ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ ઈન ઈન્ડિયા એટલે કે FAME-II યોજના હેઠળ, 1લી જૂનથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટેની મહત્તમ સબસિડી 1 વર્તમાન 40% થી ઘટાડીને 15% કરવામાં આવશે. આ ઉપરાંત સબસિડી હાલના રૂ. 15,000ને બદલે EVની બેટરી ક્ષમતાના પ્રતિ kWh રૂ. 10,000 હશે. આનો અર્થ એ છે કે વાહનમાં બેટરીની ક્ષમતા પર ₹10,000 પ્રતિ kWhના દરથી સબસિડી ઓફર કરવામાં આવશે. FAME-II પ્રોત્સાહનનો લાભ લેવા માટે ઉત્પાદક માટે સ્કૂટરની મહત્તમ એક્સ-ફેક્ટરી કિંમત ₹1.50 લાખ હોવી જોઈએ.

ગ્રાહકો પર કેટલો બોજ વધશે?
નિષ્ણાતોના મતે, આ સબસિડી 1.50 લાખ રૂપિયા સુધીના ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનની એક્સ-ફેક્ટરી કિંમત પર ઉપલબ્ધ થશે. વર્તમાન નિયમ હેઠળ, આ સબસિડી EV બનાવવા પર પ્રતિ વાહન રૂ. 60,000 સુધીની હતી. પરંતુ હવે તે ઘટાડીને પ્રતિ વાહન રૂ. 22,500 કરવામાં આવશે. જો વાહનની કિંમત 1 લાખ રૂપિયા છે, તો પહેલા સબસિડી 40,000 રૂપિયા હતી, હવે તે 15,000 રૂપિયા થશે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જે કંપનીઓ વાહનો બનાવશે, તેમના પર કેટલો બોજ પડશે. ઓટો એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે તે કંપનીઓ પર નિર્ભર રહેશે કે તેઓ પહેલા કેટલા પ્રોફિટ માર્જિન ચલાવી રહી હતી અને હવે કેટલી રાખશે. તે મુજબ બોજો ગ્રાહકો પર પડશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સરકારની શું મજબૂરી છે?
સૂત્રોનું કહેવું છે કે ટુ-વ્હીલર ઈવી પર સબસિડી ઘટાડવાના નિર્ણય પાછળ ઘણા કારણો છે. આમાં એક મહત્ત્વનું કારણ એ છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ 78 લાખ ટુ-વ્હીલર ઈવીનું વેચાણ થયું છે. એટલે કે જેટલું વેચાણ વધશે એટલી સબસિડીની રકમ વધશે. આવી સ્થિતિમાં સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે. આવક અને ખર્ચ વચ્ચેના અંતરને નિયંત્રિત કરવા માટે સરકાર પર દબાણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT