2000ની નોટ પર પ્રતિબંધનો મામલો પહોચ્યો સુપ્રીમ કોર્ટમાં

Urvish Patel

ADVERTISEMENT

RBI
RBI
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ RBI દ્વારા 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા પછી લોકોમાં પણ આ અંગે વિવિધ ચર્ચાઓ અને તજજ્ઞોમાં વિવિધ શંકાઓ ઉપજી છે ત્યારે આ મામલો હવે સુપ્રિમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. 2000ની નોટ બંધ કરવાના મામલાને પડકારવા માટે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખર કરી ઓળખ બતાવી નોટ બદલવાના RBIના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતા હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ છે.

અમરેલીમાં રખડતા શ્વાનના ટોળાએ ખેતરમાં રમી રહેલા 3 વર્ષના માસુમને ફાડી ખાધો

કોર્ટે આ મામલે હસ્તક્ષેપ ના કરવો જોઈએઃ દિલ્હી HC
સુપ્રીમ કોર્ટમાં એસએલપી અપીલ દાખલ કરીને હાઈકોર્ટના RBIના નોટિફિકેશનને ચાલુ રાખવાના નિર્ણય પર સ્ટે મુકવાની માગ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે નીતિગત મામલો કહેતા આ અરજીને ખારીજ કરી દીધી હતી. ભાજપ નેતા અને વકીલ અશ્વીની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારતી અરજી કરી છે. સોમવારે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયને કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટોએ પોતાનો હેતુ પુરો કરી લીધો છે. તેને પાછા લેવાનો નિર્ણય નીતિગત મામલો છે. તેમાં અદાલતોએ હસ્તક્ષેપ નહીં કરવી જોઈએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT