નકલી PSI મયુર તડવી કેસમાં મોટા સમાચાર, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં નકલી પીએસઆઇ કૌભાંડ સતત ચર્ચામાં છે. સત્રમાં પણ સરકાર માટે આ કૌભાંડ માથાના દુખાવા સમાન બની ગયું છે. આ દરમિયાન નકલી પીએસઆઇ મયુર તડવી હાલ રિમાન્ડ પર છે. ત્યારે મયુર તડવીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નકલી PSI મયુર તડવીના lva અને sds ટેસ્ટ કરાશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે આગામી દિવસોમાં ટેસ્ટ કરવામાં આવશે.

ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હાલ મયુર તડવી રિમાન્ડ પર છે. ત્યારે એક તરફ મયુર તડવીએ 40 લાખ રૂપિયાનો વહીવટ કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે મયુરની તપાસમાં કોઈ રુપીયા ન આપ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. તડવીના મોબાઈલ ડેટા રીકવર કરવામાં આવ્યા છે. મયુર તડવીએ મોબાઈલમા જ ડોક્યુમેન્ટ એડિટ કરી ઝેરોક્ષ કઢાવી હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

જાણો શું છે મામલો
ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોણે કૌભાંડ બહાર પાડ્યું
મયુર તડવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI બનીને પ્રવેશ મેળવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, મયુર તડવીએ ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પણ પુર્ણ કરી હતી અને એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો. જો કે યોગ્ય સમયે યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો આવું ન થયું ન હોત તો કદાચ તે સફળતા પુર્વક પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને કોઇ જિલ્લામાં નોકરી પણ મેળવી લેત. જો કે અગાઉ પણ આવા અનેક PSI પણ પાસ થઇ ગયા હોય તો નવાઇ નહી.

2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ
કરાઈ એકેડમીમાં નકલી PSI પકડાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી PSI વિવાદમાં હવે 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પીએસઆઇ ભરતીનું વેરિફિકેશન કરનાર એસઆરપીના ચાર પોલીસમેન સસ્પેન્ડ કરાયા છે. નકલી પીએસઆઇ મામલાની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.

ADVERTISEMENT

ડભોડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં નકલી PSI મયુર તડવી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ આદરી હતી. ગઈકાલે સાંજે મયુર તડવીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે માટે મયુર તડવીની પુછપરછ કરવી ખુબ જ જરૂરી છે. જેના કારણે મયુર તડવીની ગઇ કાલથી જ પુછપરછ ચાલી રહી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: ‘માતાજીએ બધાને મારવાનું કહ્યું છે’, રાજકોટમાં પતિ છરી લઈને પરિવાર પર તૂટી પડ્યો, 3 માસની દીકરીનું મોત

10 માર્ચ સુધી રિમાન્ડ પર
રાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI મુદ્દે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. જે બાદ આજે મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં તેના રિમાન્ડ લેવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT