બેંક ગ્રાહકોને મળશે હવે આ ખાસ સુવિધા, ગૃહ મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

હવે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ મળશે. સરકાર આ માટે સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) સાથે જોડશે. કેન્દ્રિય સહકારીતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતા આ જાણકારી આપી. સરકારના 52 મંત્રાલયો તરફથી આ સમયે સંચાલિત 300 યોજનાઓના લાભ ડીબીટી દ્વારા લાભાર્થિઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે એટલે કે આ તમામ યોજનાઓનો લાભ સહકારી બેંકોના ગ્રાહકોને મળશે.

અમિત શાહે આપી મોટી જાણકારી
અમિત શાહે જાણકારી આપી કે બેંકિંગ સેક્ટરમાં પહેલાની અપેક્ષાએ ઘણો સુધારો થયો છે અને તેનાથી દેશના નાગરિકોને બેંકિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત જનધન યોજનાના કારણે 45 કરોડ નવા લોકોના બેંક એકાઉન્ટ પણ ખૂલ્યા છે. એવા 32 કરોડ લોકોને Rupay ડેબિટ કાર્ડનો લાભ મળ્યો છે. અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના ‘સહકારથી સમૃદ્ધિના સંકલ્પ’થી આ બધુ થયું છે.

અમિત શાહે કહ્યું કે, દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉત્થાનમાં સહકારિતાના ક્ષેત્રમાં આ મહત્વપૂર્ણ યોગદાન હશે. પીએમ જનધન યોજના અંતર્ગત ખોલાયેલા કરોડો નવા એકાઉન્ટની ડિજિટલ લેવડ દેવડ 1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. વર્ષ 2017-18ના ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી આમાં 50 ગણો વધારો થયો છે. સહકારી બેંકોના ડીબીટી સાથે જોડાવાથી નાગરિકો સાથે વધુ સંપર્ક વધશે અને સહકારીતા ક્ષેત્ર મજબૂત થશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT