Arshad Nadeem on Neeraj Chopra Mother Statement : પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતના નીરજ ચોપરાને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત બાદ નીરજની માતાએ કહ્યું હતું કે, 'નદીમ પણ તેના માટે પુત્ર જેવો છે.' હવે નદીમે પણ નીરજની માતા સરોજના પ્રેમનો જવાબ પ્રેમથી આપ્યો છે અને કહ્યું છે કે, 'તે પણ તેની માતા જેવી છે.'
ADVERTISEMENT
નદીમે જેવલિન થ્રોની ફાઇનલમાં 92.97નો થ્રો કર્યો હતો અને નીરજને પાછળ છોડીને ગોલ્ડ જીત્યો હતો. નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. નીરજ પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ નદીમે 90 મીટરનો આંકડો વટાવતા જ નીરજ આ ઈવેન્ટમાં મહત્તમ સિલ્વર લાવશે તે નિશ્ચિત જણાતું હતું.
'નીરજની માતા, મારી પણ માતા'
ફાઈનલ બાદ જ્યારે નીરજની માતાને નદીમના ગોલ્ડ જીતવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના માટે સિલ્વર પણ ગોલ્ડ છે અને નદીમ પણ નીરજની જેમ જ તેનો પુત્ર છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ જ્યારે નદીમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, એક મા દરેક માટે મા હોય છે. એટલા માટે તે બધા માટે પ્રાર્થના કરે છે. હું નીરજની માતાનો આભારી છું. તે મારી પણ માતા છે. દક્ષિણ એશિયાના માત્ર બે ખેલાડીઓ જેઓ વિશ્વ મંચ પર પ્રદર્શન કરી રહ્યા હતા.
નદીમની માતા નીરજને પોતાનો પુત્ર કહ્યો
ફાઈનલ બાદ જ્યારે નદીમની માતાને નીરજ વિશે પૂછવામાં આવ્યું તો તેણે એમ પણ કહ્યું કે, નીરજ પણ તેના માટે નદીમ જેવો પુત્ર છે અને તેણે નીરજની જીત માટે પ્રાર્થના પણ કરી હતી. તેણે કહ્યું, તે પણ મારા પુત્ર જેવો છે. તે નદીમનો મિત્ર અને ભાઈ પણ છે. અલ્લાહ તેને પણ સફળ કરે. મેં તેના માટે પ્રાર્થના પણ કરી હતી.
નદીમ પાકિસ્તાન માટે વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર દેશનો પ્રથમ ખેલાડી છે. નદીમના મેડલથી પાકિસ્તાનના 32 વર્ષના ઓલિમ્પિક દુકાળનો અંત આવ્યો.
ADVERTISEMENT
