IND vs SL: સિરીઝ જીત્યા બાદ ભારતીય કેપ્ટને કોને સોંપી ટ્રોફી? વાયરલ થઈ ગઈ તસવીર

IND vs SL Cricket Series: ઈન્ડિયન ક્રિકેટ ટીમે શ્રીલંકાને તેના જ ઘરમાં 3 મેચોની ટી20 ક્રિકેટ સિરીઝમાં હરાવ્યું છે. સિરીઝની ત્રણેય મેચ જીતીને ભારતીય ટીમે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

મેચ જીત્યા બાદ એક તસવીરે જગાવી ચર્ચા!

IND vs SL Cricket Series

follow google news

IND vs SL Cricket Series: ઈન્ડિયન ક્રિકેટ ટીમે શ્રીલંકાને તેના જ ઘરમાં 3 મેચોની ટી20 ક્રિકેટ સિરીઝમાં હરાવ્યું છે. સિરીઝની ત્રણેય મેચ જીતીને ભારતીય ટીમે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ટીમના કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની આ પહેલી અગ્નિ પરીક્ષા હતી, જેમાં તેઓ સફળ સાબિત થયા છે. ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી બે એવા ખેલાડીઓના હાથમાં આપી દીધી, જેમણે આ સિરીઝમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. 

કેપ્ટને આ ખેલાડીઓને સોંપી ટ્રોફી

શ્રીલંકા સામેની સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે રિંકુ સિંહ અને રિયાન પરાગને ટ્રોફી આપી. રિંકુ સિંહે છેલ્લી મેચમાં 19મી ઓવર ફેંકતા બાજી પલટી નાખી હતી તો રિયાન પરાગે પહેલી ટી20 મેચમાં છેલ્લે આવીને વિકેટ મેળવીને મેચને ભારતની તરફેણમાં પલટી દીધી હતી. આ બંને ખેલાડીઓએ આ સિરીઝમાં પોતાની શાનદાર છાપ છોડી, તેથી કેપ્ટને બંને ખેલાડીઓને ટ્રોફી આપી તેમને પ્રોત્સાહિત કર્યા.

કેવું રહ્યું રિયાન પરાગ અને રિંકુ સિંહનું પ્રદર્શન?

શ્રીલંકના પ્રવાસ દરમિયાન આ બંને ખેલાડીઓએ પોતાની શાનદાર છાપ બનાવી દીધી છે. રિંકુ સિંહે શ્રીલંકા વિરુદ્ધ 3 મેચમાં માત્ર 4 રન બનાવ્યા, પરંતુ છેલ્લી મેચમાં તેમણે 19મી ઓવરમાં બોલિંગ કરતા ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. તો રિયાન પરાગે પણ શ્રીલંકા સામેની સિરીઝની 3 મેચમાં માત્ર 33 રન જ બનાવ્યા, પરંતુ પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને પહેલી મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં પણ ભારત હારી જાય તેવું લાગી રહ્યું હતું, પરંતુ રિયાન પરાગે છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી. 

ભારતે ત્રણેય મેચમાં શ્રીલંકાને હરાવ્યું

ભારતીય ટીમે શ્રીલંકાને 3 મેચોની ટી20 સિરીઝની પહેલી મેચમાં 43 રન, બીજી મેચમાં 7 વિકેટ અને ત્રીજી મેચમાં સુપર ઓવરમાં ક્લીન સ્વીપ કરી દીધું. હવે ભારત 2 ઓગસ્ટથી શ્રીલંકા સામે 3 ટી20 મેચોની વનડે સિરીઝ રમશે. 
 

    follow whatsapp