IPL 2024 Gautam Gambhir: પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર હશે. અગાઉ તે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો હતો. ગંભીરે લખનૌ ટીમના મેન્ટરનું પદ છોડી દીધું છે. IPL 2023 ના અંત પછી, ગૌતમ ગંભીર શાહરુખ ખાનને મળ્યો, ત્યારબાદ અટકળો શરૂ થઈ કે તે IPL ટીમ સાથે જોડાઈ શકે છે, જેને તેણે પોતે એક વખત પોતાની કેપ્ટનશિપમાં IPL ચેમ્પિયન બનાવ્યો હતો.
ADVERTISEMENT
KKR CEO વેંકી મૈસૂરે આજે (બુધવાર, 22 નવેમ્બર) જાહેરાત કરી કે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર KKRમાં “મેંટર” તરીકે પરત ફરશે અને મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત સાથે મળીને કામ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સની મેન્ટરશિપ છોડ્યા બાદ ગૌતમ ગંભીરે પણ એક ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. જેમાં તે આ પોસ્ટ છોડતી વખતે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા.
તેમણે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ લખી કે, મારી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જર્ની ખતમ થઈ ગઈ છે. મને લખનૌના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમ સાથે સંકળાયેલા દરેકનો સાથ મળ્યો. હું ડૉ. સંજીવ ગોએન્કા (લખનૌ ટીમના માલિક)નો આભાર માનું છું. ગંભીરે આગળ લખ્યું – ડૉ. ગોએન્કાનું નેતૃત્વ શાનદાર હતું, મને આશા છે કે લખનૌની ટીમ ભવિષ્યમાં પણ સારો દેખાવ કરશે, તેનાથી LSGના ચાહકોને ગર્વની લાગણી થશે. ટીમને ઓલ ધ બેસ્ટ.
ગૌતમ ગંભીરે KKRને બે વખત ચેમ્પિયન બનાવ્યું હતું
ગંભીર 2011 થી 2017 સુધી KKR સાથે સંકળાયેલો હતો. આ સમયગાળા દરમિયાન KKR ટીમે બે વખત ખિતાબ જીત્યો હતો. KKR પાંચ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું અને 2014માં ચેમ્પિયન્સ લીગ T20ની ફાઇનલમાં પહોંચ્યું.
ADVERTISEMENT
