અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાંની સાથે ગુજરાતની રાજકીય ગતિવિધિઑ તેજ થવા લાગી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યાના કલાકોમાં જ તેમણે મોટા નેતા ગુમાવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારે હવે આ દરમિયાન તેમણે આપના ઉમેદવારની યાદી કમલમથી આવે છે તેવું નિવેદન આપ્યું હતું જેનેલઇને રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ભાજપના નેતા ભરત ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે તે હાર ભાળી ગઈ છે. ભાજપને ક્યારે પણ બીજા પક્ષની જરૂર નથી પડતી.
ADVERTISEMENT
બીજા પક્ષની ક્યારે પણ જરૂર પડી નથી
કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી નિવેદનો કરવામાં આવે છે. મતદાર યાદીમાં ગોટાળા હોય કે ચૂંટણી પંચ દ્વારા મોદી ચૂંટણી જાહેર કરવાનું નિવેદન હોય. બધા જ નિવેદન થી લાગે છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે અને હારના કારણ દર્શાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના પોતાના ઉમેદવારની પસંદગી ચાલી રહી છે. ભાજપને ક્યારેય બીજા પક્ષની જરૂર પડી જ નથી .
કોંગ્રેસે હાર સ્વીકારી લીધી
અમને ગુજરાતની જાણતા પર ભરોસો છે. ગુજરાતને ભાજપ પર ભરોસો છે અને ભાજપને ગુજરાત પર ભરોસો છે. કોંગ્રેસના આવા અર્થવિહીન નિવેદનો કોંગ્રેસની હાર દર્શાવી રહ્યા છે. આવા નિવેદનો પરથી એ સાબિત થાય છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે.
ઇન્દ્રનીલનો આરોપ
કોંગ્રેસમાં જોડાતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું, AAPએ આરોપ લગાવ્યો કે હું CM બનવા માગતો હતો અને 15 ટિકિટ માગતો હતો તે ખોટું છે. 6 મહિનાથી તેમનો CM ફેસ નક્કી હતો. લોકોને પૂછીને નહીં. એ નક્કી હતું અને એ જ બતાવ્યું. અને જે 15 ટિકિટ હું માગી રહ્યો હતો તે મારી નહોતો માગતો, જ્યાં AAPના મજબૂત લોકો હતા તેમને છોડીને જે ભાજપને ઉપયોગમાં આવી શકે તેમને ટિકિટ અપાઈ ત્યાં મેં મારું સ્ટેન્ડ લીધી હતું. કારણ કે હું ભાજપને હરાવવા AAPમાં ગયો હતો કોંગેસને નહીં. મને કહેવામાં આવ્યું કે છોડો, કમલમથી લિસ્ટ આવે છે, આવું કરવું પડે છે.
ADVERTISEMENT
