લોસ એન્જેલસ: 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં હોલીવુડના જાણીતા સ્ટાર્સ વચ્ચે ધૂમ મચાવી રહી છે. દીપિકા આ વર્ષે પ્રેજન્ટર તરીકે સમારોહનો ભાગ બની છે. સમારોહમાં ભારતને બીજો એવોર્ડ મળ્યો છે. RRRના સોન્ગ નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ મળ્યો છે.
ADVERTISEMENT
નાટુ-નાટુ નામ સાંભળતા જ આથું થિયેટર આનંદથી ઝૂમી ઉઠ્યું
ગીત નાટુ નાટુએ શ્રેષ્ઠ ઓરિજિનલ સોન્ગ માટેનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. મ્યુઝિક કંપોઝર એમ.એમ કીરવાણીએ પોતાના રમુજી વક્તવ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર આનંદથી ઝૂમી ઉઠ્યું હતું.
દીપિકા ઓસ્કાર 2023માં છવાઈ
દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર તેનો લુક શેર કર્યો છે. બ્લેક ગાઉન અને ડાયમંડમાં સજ્જ દીપિકાનો લુક અદભૂત છે. દીપિકાના આ લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમણે એક્ટ્રેસને ગોર્જિયસ, બ્રેથ ટેકિંગ અને ક્વીન બતાવી છે.
ADVERTISEMENT
