FASTag Deduction: અત્યાર સુધી તમે ફાસ્ટેગમાંથી માત્ર ત્યારે જ પૈસા કપાતા જોયા અને સાંભળ્યા હશે જ્યારે કાર કે અન્ય ફોર-વ્હીલર ટોલ બૂથમાંથી બહાર આવે છે. પરંતુ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 175 કિમી દૂર ઘરની બહાર પાર્ક કરેલી કારનો ટોલ ટેક્સ કપાઈ ગયો. હવે વાહન માલિકે આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
175KM દૂરથી ટોલ ટેક્સ કપાયો
નર્મદાપુરમના માખણનગર રોડ પર રહેતા દયાનંદ પચૌરીની કાર (MP 04 CZ 0361) તેમના ઘરની દુકાનની સામે પાર્ક કરેલી હતી. 27 નવેમ્બરના રોજ, વાહનના ફાસ્ટેગથી લગભગ 175 કિલોમીટર દૂર વિદિશાના સિરોંજ સ્થિત ટોલ પ્લાઝા પર 40 રૂપિયાની કપાતનો સંદેશ આવ્યો હતો. મેસેજ જોતાની સાથે જ ટોલ પ્લાઝાના ટોલ ફ્રી ફરિયાદ નંબર પર ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
નીતિન ગડકરીના કાર્યાલયમાં કર્યો ફોન
પીડિતે આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કાર્યાલયને ફોન કર્યો હતો. પીડિતને તેમની ઓફિસમાંથી સંબંધિત સમસ્યા ઈ-મેલ આઈડી પર મેઈલ કરવા જણાવવામાં આવ્યું હતું. જે પછી વાહન માલિકે પત્ર લખીને મેઈલ દ્વારા ફરિયાદ કરી હતી.
ફરિયાદ કરવા છતાં ન મળ્યો સરખો જવાબ
પીડિત દયાનંદ પચૌરીએ જણાવ્યું કે, 27 નવેમ્બરે હું દુકાન પર હતો. અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવે છે કે વિદિશા નજીક સિરોંજ ટોલ પોસ્ટ પર મારી કારના ફાસ્ટ ટેગમાંથી 40 રૂપિયા કપાઈ ગયા છે. જ્યારે હું આજ સુધી ક્યારેય સિરોંજ ગયો નથી. અમે ટોલ ફ્રી નંબર 1035 પર ફોન કર્યો અને ફરિયાદ નોંધાવી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો નંબર મેળવ્યો કેન્દ્રીય મંત્રીના PAએ ઈમેલ આઈડી પર સંબંધિત મુદ્દાને મેઈલ કરવા કહ્યું. અમે તેની સત્યતા તપાસીશું. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ મળ્યો નથી.
ADVERTISEMENT
