હવે જો જેલમાં કોઈ કેદી પાસેથી મોબાઈલ મળી આવશે તો તેને વધુ 3 વર્ષ જેલમાં પસાર કરવા પડશે. ગૃહ મંત્રાલયે જેલ કાયદાનો જે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, તેમાં ફોન રાખવા પર ત્રણ વર્ષની જેલ, વ્યસની, પહેલીવાર જેલમાં આવેલા ગુનેગારો, જોખમી ગુનેગારો અને વિદેશી કેદીઓને અલગ-અલગ રાખવા જેવી જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
જેલમાંથી રજા અપાશે
જેલ કાયદાના નવા ડ્રાફ્ટમાં કેદીઓને જેલમાંથી રજા આપવાની પણ જોગવાઈ છે. ડ્રાફ્ટ અનુસાર, કેદીઓને ‘ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ’ પહેરવાની શરતે રજા આપી શકાય છે, જેથી તેમની હિલચાલ અને ગતિવિધિઓ પર નજર રાખી શકાય.
ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ
ડ્રાફ્ટ મુજબ, સર્વેલન્સ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેલમાં નિયમિત ચેકિંગ હાથ ધરાશે. આ ડ્રાફ્ટમાં મોબાઈલ ફોન અને પ્રતિબંધિત સામગ્રી રાખવા કે તેનો ઉપયોગ કરવા બદલ સજાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેદીઓને જેલમાં મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા કે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ.
ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર ડ્રાફ્ટ
મે મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકવામાં આવેલા અને સોમવારે ગૃહ મંત્રાલયની વેબાસાઈટ પર અપલોડ કરવામાં આવેલા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના એક પત્ર અનુસાર, મંત્રાલયે સ્વતંત્રતા પહેલાના બે કાયદા, જેલ અધિનિયમ 1894 અને પ્રિઝનર્સ એક્ટ 1900ને બદલવા માટે ‘એક પ્રગતિશીલ અને વ્યાપક’ ‘મોડલ પ્રિઝન એક્ટ, 2023’ને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
ADVERTISEMENT
