અમદાવાદ: મોરબીમાં રવિવારે સાંજે ઝુલતો બ્રિજ તૂટી જતા 133 જેટલા લોકોના મોત નિપજ્યા. જ્યારે હજુ પણ 2 જેટલા લોકો ગુમ છે. મોરબીની દુર્ઘટના બાદ તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ દ્વારા PM મોદીને એક જૂના વીડિયો પર સવાલ પૂછવામાં આવ્યો છે.
ADVERTISEMENT
PMનો ઉલ્લેખ કરી કોંગ્રેસના સવાલ
કોલકાતામાં વર્ષ 2016માં વિવેકાનંદ રોડ પરના ફ્લાયઓવર તૂટી પડ્યો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હતા. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે તથા શ્રીનિવાસે તે સમયે વડાપ્રધાન મોદીએ આપેલા નિવેદન પર સવાલ કરીને પૂછી રહ્યા છે કે, મોરબીની ઘટનાનો ‘Act Of God કે Act Of Fraud છે?’ આ સાથી શ્રીનિવાસે એક વીડિયો પણ શેર કર્યો છે.
2016માં PMએ આપેલા નિવેદનનો વીડિયો પોસ્ટ કર્યો
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2016માં એક જનસભાના સંબોધન દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકારને ઘેરતા કોલકાતામાં બ્રિજ તૂટી પડવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે મોરબીમાં પણ આ પ્રકારની ઘટના બનતા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દિગ્વિજય સિંહે પૂછ્યા સરકારને સવાલ
પોતાના ટ્વિટમાં દિગ્વિજય સિંહે કેટલાક સવાલો પણ પૂછ્યા છે કે, 6 મહિનાથી બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું કેટલો ખર્ચ આવ્યો? 5 દિવસમાં પડી ગયો. 27 વર્ષોથી ભાજપની સરકાર છે આજ તમારું ડેવલપમેન્ટ મોડલ છે? આ વર્ષે જુલાઈમાં કચ્છ જિલ્લામાં બિદડા ગામમાં નર્મદા નહેર પહેલા જ દિવસે ટેસ્ટિંગમાં તૂટી ગઈ હતી.
ADVERTISEMENT
