સુરત: ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આ વચ્ચે ગઈકાલે સુરતમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી પણ ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક ભાજપ, AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM પર પણ આકરા પ્રહાર કર્યા હતા, સાથે જ ગુજરાતમાં ભાજપના વિકાસ વિશે પણ તેમણે પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
‘AAP અને AIMIMને ગુજરાત લાવવામાં આવ્યા છે’
તેમણે કહ્યું કે, આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં વેચવા માટે પણ કંઈ બચ્યું નથી. નોટબંધી બાદ આપણે ઊભા થઈ શક્યા નથી. પહેલાથી જ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી પરંતુ આ લોકો કોરોનાના સમયગાળાને વચ્ચે ધરીને છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે દેશને બરબાદ કરી નાખ્યો. આમ આદમી પાર્ટી અને AIMIM ગુજરાત આવ્યા નથી, પરંતુ તેમને લાવવામાં આવ્યા છે. કેજરીવાલ અને ઓવૈસી બંને ભાઈઓ છે, આમને ભાજપે દત્તક લીધા છે.
કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે
આ સાથે જ તેમણે ગુજરાતના વિકાસ વિશે કહ્યું કે, સુરતમાં હિન્દી ભાષાની એકપણ સારી કોલેજ નથી. જે સ્લમ વિસ્તાર છે, તેમાં પ્રાથમિક સુવિધા નથી. પરપ્રાંતિય લોકો પાસે 12-12 કલાક નોકરી કરાવાય છે અને વળતર ઓછું અપાય છે. 27 વર્ષમાં ગુજરાતનો વિકાસ થયો નથી અને દેશને માત્ર વેચવામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે.
ADVERTISEMENT
