ગાંધીનગરઃ અત્યારે ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે. તેવામાં ગાંધીનગરના ચ રોડ પર સ્કૂલ વાન અને સ્વિફ્ટ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે આ દરમિયાન ચોંકવાની વાત એ રહી કે ગાડીની પાછળની સીટ અને ડેકીમાંથી દારૂ મળી આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે અત્યારે તપાસની તજવીજ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે એક બાજુ ચૂંટણીનો માહોલ જામ્યો છે જ્યારે આ પ્રમાણે દારૂ ભરેલી પેટીઓ લઈને ગાડી ફરતી હોવાથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
ચ રોડ પર થયો અકસ્માત….
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં ચ રોડ પર સવારે સ્કૂલ વાન અને સ્વીફ્ટ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ સ્થાનિકોનું ટોળું વળી ગયું હતું. આસપાસના લોકોએ સ્કૂલ વાન અને સ્વીફ્ટ ગાડીની સ્થિતિ વિશે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હોવાથી બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદ નસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી. 2 બાળકોને આ અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી છે.
ગાડીમાંથી દારૂ મળ્યો
ત્યારે બીજી બાજુ સ્વીફ્ટ ગાડીની પાછળની સીટ અને ડેકીમાં દારૂને પેટીઓ અને બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ સ્વીફ્ટ ગાડીની તપાસ કરતા આ માહિતી સામે આવી હતી. વાઈરલ વીડિયોમાં જોવા મળતા દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી મુદ્દે સ્થાનિક ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી ગયા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT
