હિતેશ સુતરીયા અરવલ્લી: રાજ્યમાં ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મેઘરજના એસઆરપી જવાન આશીશભાઈ ધોબી સાથે ફ્રોડ કરી લખો રૂપિયાની લોન ઉઠાવી છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ADVERTISEMENT
મેઘરજ ના મૂળ વતની અને એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા આશીશભાઈ ધોબી જેઓએ મેઘરજમાં કોઈ જ પ્રકારની કોમર્શિયલ મિલકત ધરાવતા ન હોવા છતાં તેમના નામે ખોટા પુરાવા ઉભા કરી બે ભેજાબાજ વ્યક્તિઓએ મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લાખો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી.
બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા
ભેજાબાજોએ ખોટા ભાડા કરાર અને નોટરી કરી લોનના કાગળો બેંકમાં રજુ કર્યા હતા. સાથે સાથે એસઆરપી જવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાસપોર્ટ સાઈઝ ફોટા પણ મેળવી લેવાયા હતા.
ફરિયાદ કરી દાખલ
એસઆરપી જવાનના નામે લાખો રૂપિયાની લોન ઉધરી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા આશીશભાઈ ધોબી નામના જવાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી લાખોની લોન મેળવી લેનારા મેઘરજ તાલુકાના રોલા ગામના રાવળ ભીખાભાઈ હીરાભાઈ અને મોડાસા તાલુકાના રામપુર- શીનાવાડ ગામના મનહરભાઈ પુનાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
