રાજકોટઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) વચ્ચે વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન થયેલી માથાકુટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને કોર્ટ તરફથી છૂટકારો મળ્યો છે. આ ઘટનામાં આરોપ હતો કે રાજ્યગુરુએ જે તે સમયે પોતાના ભાઈ પર હુમલો કરવાને બાબતને લઈને આક્રમક થઈ રુપાણીના ઘરે પહોંચી ભારે ઉહાપોહ મચાવ્યો હતો. જોકે હવે આ મામલામાં રાજકોટ કોર્ટે તેમને નિર્દોષ મુક્ત કર્યા છે.
ADVERTISEMENT
અમરેલીઃ પુર ઝડપે જતી શિવ કમલ ટ્રાવેલ્સની બસ સામેથી કાર આવતા પલ્ટી ખાઈ ગઈ- Video
બેનર હટાવવા મુદ્દે ભાઈને માર માર્યો અને…
રાજકોટમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની જ બેઠક પરથી તેમને જ હરાવવાનું નક્કી કરીને કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પડકાર ફેંક્યો હતો. દરમિયાન ચૂંટણીના મતદાનના થોડા જ દિવસો પહેલા કેટલાક શખ્સો દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દીપ રાજ્યગુરુ પર હુમલો કર્યો હતો. જેતે સમયે રાજ્યગુરુએ આ મામલે ભાજપ પર સીધો આરોપ લગાવ્યો હતો. આ હુમલો રાજકોટના કનૈયા ચોકમાં બેનર હટાવવાની બાબતમાં થયો હતો. જે તે સમયે ભાઈ પર હુમલાથી લાલઘૂમ થયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મુખ્યમંત્રીના બંગલે પહોંચીને ભારે ઉહાપોહ મચાવ્યો હતો અને તેમની સાથે અન્ય માણસો પણ હતા જે ફરિયાદમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત 7ને રાજકોટ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જેમાં મહેશ રાજપૂત, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જગદીશ રબારી, ભાવેશ બોરિચા, તુષાર પટેલ, મિતુલ દોંગા અને હેમંત વીરડાનો સમાવેશ થાય છે. જોકે તેમના ભાઈ પર હુમલો કરનારાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં રાજુ ડાંગર સહિત રણછોડ ભરવાડ, સુરેશ ચુડાસમા, સંજય પંચાસરા, વિઠ્ઠલ પટેલની ધરપકડ પણ જેતે સમયે કરવામાં આવી હતી.
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCP ને લખ્યો પત્ર, 7 દિવસમાં માંગ્યો જવાબ
પોલીસે કર્યો હતો લાઠીચાર્જ
ઉલ્લેખનીય છે કે જેતે સમયે વિજય રુપાણી મુખ્યમંત્રી પદ પર હતા અને તેમને કોંગ્રેસના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સીધો પડકાર ફેંક્યો હતો. જોકે તે ચૂંટણીમાં રાજ્યગુરુ હારી ગયા હતા પરંતુ આ દરમિયાનમાં તેમના ભાઈને માર મારવામાં આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા જેને લઈને ઈન્દ્રનીલ ભારે નારાજ થયા હતા. મુખ્યમંત્રીના ઘરે ઘેરાબંધી કરવા કોંગ્રેસ પહોંચ્યું ત્યારે પોલીસ અને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. અહીં સુધી કે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ADVERTISEMENT
