અમરેલીઃ અમરેલી-લીલીયાના સલડી નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ ગઈ છે. શુક્રવારે સવારે બનેલા આ અકસ્માતમાં બસ એવી રીતે પલટી ખાઈ ગઈ હતી કે આખો રોડ જ બ્લોક થઈ ગયો હતો. સદભાગ્યે બસમાં સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. સ્થાનીકોનું માનીએ તો બસ પુર ઝડપે જઈ રહી હતી ત્યારે તે પલટી ખાઈ ગઈ હતી.
ADVERTISEMENT
હવે કૂતરાઓને પણ ટેક્સ આપવો પડશે! ગુજરાતમાં આ શહેરમાં પાલિકા પાળતુ શ્વાન પર ટેક્સ ઉઘરાવશે
ડ્રાઈવર અને ક્લીનર જ બસમાં હતા
અમરેલી ગારિયાધાર સ્ટેટ હાઈવે વચ્ચે ખાનગી બસ પલ્ટી ખાઈ જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ બસમાં માત્ર ડ્રાઈવર અને ક્લીનર જ સવાર હતા. અકસ્માત કેવી રીતે થયો તેની સ્પષ્ટ જાણકારી મળી રહી નથી પરંતુ ચાલતી ચર્ચાઓ વચ્ચે જાણકારી મળી રહી છે કે બસ સ્પીડમાં જતી હતી ત્યારે સલડી નજીક ગોળાઈમાં સામેથી આવતી કારને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે પછી બસ ત્યાં જ રોડ પર પલટી વાગી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ થઈ હતી.
AMCનું રૂ.9482 કરોડનું બજેટ રજૂ થયું, સરકારે મંજૂર કરેલી જંત્રીના પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ માટે રાહત
સર્જાઈ ટ્રાફીકજામની સમસ્યા
ઘટનાને પગલે આસપાસ લોકોના ટોળા કુતુહલ વસ દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંનેના જીવ સલામત રહેતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. સ્ટેટ હાઈવે પર બસ આડી પડી જતા રસ્તો બ્લોક થયો અને તેના કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ હતી. આખરે આ મામલામાં પોલીસ દોડી આવી હતી. ટ્રાફીક પુર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
