Dakor News: ડાકોર રણછોડજી મંદિરમાં મારામારી, દર્શન કરવા બાબતે બાખડી પડ્યા શ્રદ્ધાળુઓ

Dakor News: યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં આજે સવારે દર્શન કરવા બાબતે બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી ગઈ કે બે ટોળા સામ સામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી.

ડાકોર મંદિરમાં દર્શન કરવા બાબતે છુટાહાથે મારામારી

Dakor News

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ડાકોર રણછોડરાયજી મંદિરમાં બે ટોળા સામ સામે આવી ગયા

point

શ્રદ્ધાળુઓ વચ્ચે મારમારી થતાં ભાગદોડ મચી ગઈ

point

રણછોડ સેના અને સુરક્ષાકર્મીઓ મંદિરમાં દોડી આવ્યા

Dakor News: યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં આજે સવારે દર્શન કરવા બાબતે બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી ગઈ કે બે ટોળા સામ સામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. શ્રદ્ધાળુઓ વચ્ચે મારમારી થતાં ભાગદોડ મચી ગઈ હતી. શ્રદ્ધાળુઓ વચ્ચે મારામારી થતાં મંદિરના સ્વયં સેવકો રણછોડ સેના અને સુરક્ષાકર્મીઓ મંદિરમાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, બાદમાં મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.

દર્શન કરવા બાબતે મારામારી

મળતી માહિતી અનુસાર,  ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે આજે વહેલી સવારે મંગળા આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. આ દરમિયાન દર્શન કરવાને લઈને મંદિરના ઘુમ્મટમાં શ્રદ્ધાળુઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેને પગલે ભક્તોમાં ભાગદોડ મચી જવા પામી હતી. 

મારામારીનો વીડિયો પણ થયો વાયરલ

આ બનાવને પગલે મંદિરના સ્વયં સેવકો રણછોડ સેના અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને મામલો ઠાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.  આખરે આ સમગ્ર મામલે બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ઈનપુટઃ હેતાલી શાહ, ખેડા
 

    follow whatsapp