અમદાવાદ : રાજ્યમાં હાલમાં કઇ સિઝન ચાલી રહી છે તે જ નક્કી નથી થઇ રહ્યું. સવારે ઠંડી પડે છે, બપોર સુધીમાં ગરમી લાગે અને સાંજે વરસાદ પણ પડે છે. તેવામાં હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને કહ્યું કે, આગામી 31 થી 1 તારીખ સુધીમાં પવન ફુંકાવાને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળશે. બે દિવસમાં પારો ગગડવાના કારણે લોકો ઠુંઠવાશે. જો કે વરસાદ પડવાની શક્યતા હવે નહીવત્ત છે. ગુજરાતમાં ક્યાંય પણ કમોસમી વરસાદ નહી જોવા મળે.
ADVERTISEMENT
વેસ્ટરન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે
ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ગુજરાતમાં વરસાદ નહી પરંતુ ઠંડીમા વધારો થઇ શકે છે. વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહીવત્ત છે.
માવઠા બાદ ઠંડીમાં વધારો થઇ શકે છે
માવઠા બાદ ઠંડીના વધારે કડાકો જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ નલિયામાં 7 થી 10 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. જો કે ત્યાર બાદ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. સોમવારથી ઠંડીમાં વધારાની શક્યતા છે. હવામાન અંગેની આગાહી કરતી ખાનગી સંસ્થા દ્વારા અમદાવાદમાં સોમવારથી ગુરૂવારે કાતિલ ઠંડી પડશે.
ADVERTISEMENT
