આણંદઃ 70 વર્ષીના વૃદ્ધની વાસનાનો ભોગ બની 30 વર્ષીની અસ્થિર મગજની યુવતી, 6 માસનો ગર્ભ રહેતા નોંધાઈ FIR

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એવામાં આજે એક માનસીક અસ્વસ્થની 30 વર્ષીય યુવતી પર એક 70 વર્ષીય આધેડે…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એવામાં આજે એક માનસીક અસ્વસ્થની 30 વર્ષીય યુવતી પર એક 70 વર્ષીય આધેડે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આ યુવતી વૃધ્ધના ઘરે કામ કરતી હતી. જેને પોતાની હવસનો શિકાર બનાવતા યુવતી ગર્ભવતી બની. જેની જાણ વૃદ્ધને થતા વૃદ્ધિ મહિલાને ગર્ભ પડાવવાનું કહ્યું હતું પરંતુ આની જાણ મહિલાના પરિવારને થતા ઉમરેઠ પોલીસ મથકે 70 વર્ષીય આધેડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.

ઘરકામ કરવા આવતી યુવતી પર નજર બગાડી

આણંદ જિલ્લાના ઉમરેઠમાં આશરે 70 વર્ષીય વૃધ્ધ રહે છે. જે એક વેપારી છે. 70 વર્ષીય વૃધ્ધની પત્નીનો ઘણા સમય પહેલા સ્વર્ગવાસ થઈ ગયો હોય તે પોતાના ઘરે એકલો જ રહેતો હતો. તેના ઘરે એક 30 વર્ષીય માનસિક રૂપથી અસ્થિર મહિલા ઘરકામ કરવા છેલ્લા એક વર્ષથી જતી હતી. દરમ્યાન આ વૃદ્ધની નજર પોતાના ઘરે કામ કરવા આવતી આ માનસિક રૂપથી માનસીક અસ્વસ્થની મહિલા પર બગડી હતી. અને તેની સાથે પોતાના જ ઘરમાં જ્યારે મહિલા ઘરે કામ કરવા આવતી ત્યારે તેની પર દુષ્કર્મ આચરતો હતો. દરમ્યાન મહિલાની તબીયત બગડતા પાડોશી મહીલા તેને દવાખાને બતાવવા લઈ ગઈ ત્યારે જાણ થઈ કે તે છ માસની ગર્ભવતી છે. આ ઘટનાની જાણ વૃદ્ધને થતા તેણે મહિલાને રૂપીયાની લાલચ આપી ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરી હતી અને કોઈને પણ આ અંગે જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે ઘટનાની જાણ મહિલાના મોટા ભાઈને થતા તેણે ઉમરેઠ પોલીસ મથકે 70 વર્ષીય વૃધ્ધ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ વિરુદ્ધ ઈ.પી.કો-૧૮૬૦ ની કલમની કલમ-૩૭ (૨) (એલ), ૩૭૬ (૨)(એન), પ૬ (૨) મુજબનો ગંભીર ગુનો રજિસ્ટર કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી ગુનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ શરૂ કરી છે. તો આ અંગે વૃદ્ધને અંદાજો આવતા તે ફરાર થઇ ગયો છે.

વડતાલના હિંડોળા મહોત્સવમાં બાર બારણાના હિંડોળે ઝુલતા ભગવાન હરિ આકર્ષણનું કેન્દ્ર

ફરિયાદ થતા ફરાર

આ અંગે ઉમરેઠ પી.એસ.આઈ જી.એમ.પાવરાએ ગુજરાત તકની ટીમને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “ઉમરેઠ શહેરની એક માનસીક અસ્વસ્થની છોકરીને તેની અજ્ઞાનતા અને તેની માનસિક પરીસ્થીતીનો ગેરલાભ લઇ 70 વર્ષીય વયોવૃદ્ધે દુષ્કર્મ આચર્યુ છે. છેલ્લા ઘણા સમયથી વૃધ્ધ મહિલા પર દુષ્કર્મ આચરતો હતો. મહિલાને ત્રણ ચાર દિવસ પહેલા મહિલાને પેટમાં દુખાવો થતા પાડોશી મહિલા પીડિતાને દવાખાને લઈ ગઈ હતી. ત્યારે ખબર પડી કે તે 6 માસની ગર્ભવતી છે. આ અંગેની જાણ વૃદ્ધને થતા તેણે મહિલાને રૂપીયાની લાલચ આપી ધાક ધમકીઓ આપી ગર્ભ ગેરકાયદેસર રીતે નિકાલ કરી દેવા જણાવ્યું હતું. જોકે પીડિત મહિલાના મોટા ભાઈને આ અંગે જાણ થતા મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. જીણવટ પુર્વક તપાસ હાથ ધરી છે. આરોપી ફરાર હોય તેને ઝડપી પાડવા ટીમ કામે લાગી છે.”

    follow whatsapp