અમદાવાદ: શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યાં દુષ્કર્મની ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. આ કૃત્યમાં હોસ્પિટલમાં જ કામ કરતા કર્મચારીનું કુકર્મ સામે આવ્યું છે, જેણે 17 વર્ષની સગીરાને પીંખી નાખીને ગર્ભવતી બનાવી નાખી. જોકે સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
ADVERTISEMENT
દાદીની સારવાર માટે હોસ્પિટલ જતી સગીરા
હકીકતમાં શહેર કોટડા વિસ્તારમાં પોલીસને એક ભૃણ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા પોલીસ 17 વર્ષની સગીરા સુધી પહોંચી હતી. જેમાં સામે આવ્યું હતું કે, 17 વર્ષની સગીરા પોતાની દાદાની આંખની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં જતી હતી. દરમિયાન તેની આંખ સોલા સિવિલમાં કામ કરતા મહેશ ઠાકોર સાથે મળી ગઈ હતી. મહેશ ઠાકોર હોસ્પિટલના આંખ વિભાગમાં ઓટી તરીકે કામ કરતો હતો.
સગીરાને ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો
મહેશ ઠાકોરે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના પર નજર બગાડી હતી અને લલચાવીને હોસ્પિટલમાં જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. સગીરાએ ભૃણનો નિકાલ શહેર કોટડા વિસ્તારમાં કરતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. સમગ્ર ભાંડો ફૂટતો હવે સગીરાએ સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
