શપથગ્રહણ સમારોહમાં વિજય રૂપાણીએ કર્યો મોટો ઇશારો, જાણો શું કહ્યું

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. 156 સીટ સાથે ન ભુતો ન ભવિષ્યતી વિજય પ્રાપ્ત કર્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોઇ પણ પાર્ટીનું સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આજે ભુપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જો કે આ પ્રસંગે હાજર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. જેમણે અહીં ખુબ જ સુચક વાત કરી હતી.

શપથગ્રહણમાં વિજય રૂપાણી દ્વારા કરાયો મોટો ઇશારો
વિજય રૂપાણીએ જણાવ્યું કે, જે લોકો શપથ લઇ રહ્યા છે તે ઉપરાંતના પણ લોકોના શપથ આગામી સમયમાં થશે. આ ઉપરાંત પાટીદાર અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, 156 ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે અને તેઓ ભાજપના કાર્યકર્તાઓ છે. તેમની નાતી જાતી કોઇ નથી. બધા જ એક સમાન છે.

વિજય રૂપાણીએ આડકતરી રીતે કર્યો મોટો ઇશારો
વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ પદ્ધતીથી જ ચૂંટણી બાદની કાર્યવાહી હોય છે. પ્રથમ તબક્કામાં કેટલાક મંત્રી અને ત્યાર બાદ કેટલાક મંત્રીઓના શપથગ્રહણનો કાર્યક્રમ થાય છે. હજી પણ કેટલાક નવા મંત્રીઓ અને નવા ચહેરાઓ જોવા મળી શકે છે. જેથી આડકતરી રીતે તેમણે આપ-કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને આડકતરી રીતે આમંત્રણ આપી દીધું હતું તેવું રાજનીતિક પંડિતો ક્યાસ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT