SURAT માં તાપી નદીમાં જહાજો તણાઇ આવતા હડકંપ, સ્થાનિક તંત્રને હજી સુધી ખબર પણ નથી

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ગુજરાતમાં હાલ કમોસમી વરસાદના કારણે સ્થિતિ ખુબ જ વિકટ બની છે. જમીન શું કે દરિયો શું તમામ સ્થળે સ્થિતિ કફોડી બનેલી છે. ક્યાંય કરા પડી રહ્યા છે તો ક્યાંય વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવે સુરતમાં ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. સુરતમાં હજીરાની જેટ્ટી પર લાગરવામાં આવેલું જહાજ સુરતમાં તાપી નદી થકી છેક ONGC બ્રિજ સુધી ઘસડાઇ આવ્યું છે. બ્રિજના પિલર સાથે અથડાઇ જવાના કારણે અટકી પડ્યું હતું. જો કે આ ઘટના વહેલી બની હોવા છતા હજી સુધી કોઇ પણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી.

3 શીપ નદીમાં તોફાની પવનોના કારણે ધસી આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાર્જ અને જહાજ સહિત કુલ 3 શીપ નદીમાં ધસી આવ્યા હતા. આ કોલસાથી ખચોખચ ભરેલું જહાજ હાલ જીવતા બોમ્બની જેમ સુરત બ્રિજ નીચે ઉભુ છે તેમ છતા તંત્રને કોઇ પરવા નથી. હાલ તો જે કંપનીનું શીપ છે તે તેને બહાર કાઢાનો પ્રયાસ કરી રહી છે. જો કે જહાજ એવી રીતે ફસાયું છે કે, તેને કાઢવામાં કંપનીને પણ ભારે મુશ્કેલી તો નડી જ રહી છે સાથે કોઇ સ્થાનિક સપોર્ટ નહી હોવાના કારણે પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રિજના પિલર સાથે અથડાવાને કારણે પુલને પણ નુકસાનની શક્યતા
આ ઉપરાંત આ વિશાળ જહાજ બ્રિજના પિલર સાથે અથડાયું છે. તેવામાં શિપને પણ ભારે નુકસાન થયું હોઇ શકે છે. સાથે સાથે બ્રિજના પિલરને પણ નુકસાનની શક્યતાઓ છે. આ શક્યતાને જોતા તત્કાલ બ્રિજ બંધ કરવો જોઇએ પરંતુ આ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી. ONGC બ્રિજ આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી ધમધમી રહ્યો છે. હજી સુધી કોઇ ઘટના સ્થળે પહોંચ્યું પણ નથી અને બાર્જ કંપનીના માલિકો શિપ કાઢવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT