13-13 ભરતી પરીક્ષાના પેપર લીક થયા બાદ આખરે વિધાનસભામાં ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક રજૂ કરાયું

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજથી શરૂ થયેલા બેજટ સત્રના પ્રથમ દિવસે ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરાયું હતું. બિલ રજૂ કરાતા પહેલા અધ્યક્ષે શાસક પક્ષ અને વિપક્ષને ટકોર કરીને બિલ પર યોગ્ય ચર્ચા કરવા માટે કહ્યું હતું.

પેપર ફોડનારા અને ખરીદનારા બંને પર થશે કાર્યવાહી
ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 અનુસાર ગેરરીતી આચરનાર પરિક્ષાર્થીને 1 લાખનો દંડ અને 3 વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા કોઈપણ કર્મચારીની ફરજ રૂકાવટમાં 1 લાખનો દંડ અને 3 વર્ષની કેદ કરવામાં આવશે. ગેરરીતિ આચરવામાં સંડોવાયેલાને 10 વર્ષની કેદ અને 1 કરોડનો દંડ, જ્યારે પેપરલીક કરવામાં મદદરૂપ થનારાઓને પણ સજા થશે. પરીક્ષાનો ખર્ચો ભરપાઈ કરવા દોષિતોની મિલકત જપ્ત પણ થશે. સાથે જ ગેરરીતીમાં સંડોવાયેલો પરીક્ષાર્થી પર 2 વર્ષનો પ્રતિબંધ, અન્ય પરીક્ષાઓ નહીં આપી શકે છે. પેપરલીકના આરોપીઓ સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાશે. PI થી ઉપરની કક્ષાના અધિકારીઓ પેપર લીક કાંડ ના કેસની તપાસ કરી શકશે.

કોંગ્રેસે પેપર કાંડ મુદ્દે સરકારને વિધાનસભામાં ઘેરી
નોંધનીય છે કે, પેપરલીક પર બિલ મુદ્દે આજે વિધાનસભાનું સત્ર શરૂ થતા પહેલા જ કોંગ્રેસે ભાજપને ઘેરી હતી અને વિધાનસભા પરીસરમાં બેનરો સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 27 વર્ષથી રાજ કરતી ભાજપની સરકારમાં એક-બે વાર નહીં 13 કરતા વધારે વખત પેપર ફૂટ્યા. આ પેપર ફૂટવાના કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે સરકારી નોકરી મળી, ઉજ્જવળ ભવિષ્ય મળે તેના માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે. કોંગ્રેસનો વિરોધ અને યુવાનોના આક્રોશના કારણે સરકાર બિલ તો લાવી છે, પણ તેમાં છટકબારી ન રાખવામાં આવે, નાના લોકોને પકડીને વાહવાહી મેળવવાને બદલે, જે મોટી માછલી છે, જેના તાર કમલમ કે સરકાર સુધી પહોંચેલા છે તેને પકડવા માટેનો મજબૂત કાયદો બને તે માટે કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT