‘તું જાડી થઈ ગઈ છે, પાતળી થઈ જા નહીંતર…’ શિક્ષક પતિએ પત્નીનું વજન વધી જતા છૂટાછેડા માગ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ પર રીલ, ફિલ્ટરનો ઉપયોગ કરી નકલી સુંદરતાનું વળગણ કરતા થયા છે. જેને કારણે તેઓની માનસિકતા પણ તેની બદલાઈ રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષક પતિએ માત્ર એટલા માટે છૂટાછેડા માગ્યા કારણ કે તેની પત્નીનું વજન વધી ગયું હતું અને તેના પતિના મતે તે જાડી થઈ ગઈ છે. આ સમગ્ર મામલો જ્યારે 181 મહિલા હેલ્પ લાઇનમાં જતા યોગ્ય માર્ગદર્શન આપીને મામલો થાળે પડયો છે.

પતિએ વજન વધી જતા પત્ની પાસે ડિવોર્સ માગ્યા
નર્મદાના રાજપીપળા શહેરમાં નવ વર્ષ પહેલાં એક સરકારી શિક્ષક ના લગ્ન એક યુવતી સાથે થયા હતા. હિન્દુ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે સામાજિક રીતે બંનેના લગ્ન થયા હતા અને લગ્ન બાદ દાંપત્યજીવન તેમનું સારી રીતે ચાલતું. સુખી દાંપત્યજીવનના ભાગરૂપે તેઓને એક પુત્ર પણ હતો, જેની ઉંમર અત્યારે આઠ વર્ષ થઈ ગઈ છે. પુત્રના જન્મ બાદ શિક્ષકની પત્નીનું વજન વધવા લાગ્યું હતું અને વજન વધતા તેને કંટ્રોલ કરવા તેઓ કસરત પણ કરતા હતા. પરંતુ તેમનું વજન કોઈ કારણસર વધી રહ્યો હતું. ત્યારે શિક્ષક પતિને પત્ની જાડી થઈ જતાં ગમતી નહોતી અને વારંવાર પત્નીને કહેતો કે ‘તું જાડી થઈ ગઈ છે, તું પાતળી થઈ જા નહીંતર તને છૂટાછેડા આપી દઈશ’.

અભયમની ટીમે ઘર તૂટતા બચાવ્યું
આ વાત પર રોજ પતિ કકળાટ કરી પત્ની સાથે ઝઘડો કરતો અને તેને છૂટાછેડા આપવા માંગતો હતો. પતિની આવી માંગ અને વલણથી કંટાળીને પત્નીએ આખરે સરકારના 181 અભયમ હેલ્પ લાઈન નંબર પર કોલ કરી અને મદદ માગી હતી. જે બાદ 181ની ટીમે આવલીને શિક્ષક પતિ જે ભણેલો-ગણેલો છે તેને સમજાવ્યો અને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું. જે બાદ પતિને આખરે પોતાની ભૂલનો અહેસાસ થતા તેમનું લગ્નજીવન તૂટતાં હાલ બચી ગયું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT