TAT-Sની પરીક્ષામાં ગેરરીતિ ભારે પડી શકે છેઃ લેવાશે આવા કડક પગલા - GujaratTak - tat s tat s exam ahmedabad gujarat malpractice exam fraud - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર રાજકોટ લેટેસ્ટ સ્ટોરીઝ વડોદરા સુરત

TAT-Sની પરીક્ષામાં ગેરરીતિ ભારે પડી શકે છેઃ લેવાશે આવા કડક પગલા

અમદાવાદઃ ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષક બનાવ માટે બીજા તબક્કાની શિક્ષક અભિરૂટી પરીક્ષા TAT-Sની પ્રિલિમનરી પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી છે. આ પરીક્ષા આગામી 4 જુને યોજાવા જઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ કરી દીધી છે. આપને અહીં જણાવી દઈએ કે આ […]
TAT-S exam

અમદાવાદઃ ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષક બનાવ માટે બીજા તબક્કાની શિક્ષક અભિરૂટી પરીક્ષા TAT-Sની પ્રિલિમનરી પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી છે. આ પરીક્ષા આગામી 4 જુને યોજાવા જઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ કરી દીધી છે. આપને અહીં જણાવી દઈએ કે આ પરીક્ષામાં 1.65 લાખથી વધારે ઉમેદવારો બેસવાના છે. સ્વાભાવીક રીતે પરીક્ષામાં ગેરરીતિની સંભાવનાઓ નકારી શકાય નહીં તેથી તંત્રએ કડકમાં કડક પગલા લેવાની પણ તૈયારી રાખી છે.

કેન્દ્ર સંચાલક થઈ શકે છે સસ્પેન્ડ
ગુજરાતના 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પરીક્ષા યોજાવાની છે. રવિવારે આ પરીક્ષા બપોરે 12થી 3 કલાક દરમિયાન યોજાવાની છે. આ પરીક્ષા કુલ 200 માર્ક્સની છે. 1.65 લાખ ઉમેદવારોમાં 2292 અંગ્રેજી માધ્યમના જ્યારે 966 હિન્દી માધ્યમના ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53813 ઉમેદવારો, રાજકોટમાં 26957, સુરતમાં 32173, વડોદરામાં 39173 અને ગાંધીનગરમાં 13530 ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ગેરરીતિને અટકાવવા કડક પગલા લેવાની તૈયારીઓ થઈ ચુકી છે. આ માટે અમદાવાદમાં કેન્દ્ર સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન જાહેરનામા ઉપરાંત કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરૂમ અને પોલીસ બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે. ગેરરીતિ પકડાય તો કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.

ભાજપમાં આવ્યો રાજીનામાંનો રાજકીય ભૂકંપ, એક સાથે 3 નેતાઓના રાજીનામાં

કઈ ચીજો પર પ્રતિબંધ
ગુજરાતમાં પ્રથમવાર માધ્યમિક શાળાના શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે પ્રથમ પ્રિલિમનરી એક્ઝામ પછી મેઈન્સ એક્ઝામ અને તેના આધારે શિક્ષકની નિમણૂકો થવાની છે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા દરમિયાન કોઈ ઈલેક્ટ્રીક ડિવાઈસ લઈ જવાશે નહીં. હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાયની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…