સુરતમાં રામનવમી પર અંગદાન, બ્રેઈનડેડ દર્દીના કિડની અને લીવરના અંગદાનથી 3 દર્દીઓને મળશે નવજીવન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી અંગદાન પ્રત્યેની જાગૃતતા વધી છે. ત્યારે સુરતમાં રામનવમીના દિવસે જ ‘અંગદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતો કિસ્સો બન્યો છે. જેમાં ભાવનગરના ચૌહાણ પરિવારનો યુવક સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારે અંદાન કર્યું હતું. 30 વર્ષિય યુવકના અંગદાનથી 3 દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

અકસ્માતમાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો
મૂળ ભાવનગરના અને સુરતના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા 30 વર્ષના સુનિલ ચૌહાણ કાર્ટિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ગત 27મી માર્ચના રોજ કીમ નજીક બાઈક પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ભૂંડ આવી જતા તે ડિવાઈડર સાથે અથડાયો હતો. જેમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.એવામાં સુનિલને કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન થયું યુવકનું મોત
જોકે ત્યાં સ્થિતિ ગંભીર થતા તેને બાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 30મી માર્ચના રોજ તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જે બાદ તબીબોએ પરિવારને અંગદાન અને તેના મહત્વ વિશે સમજાવ્યો હતો. ત્યારે પરિવારે અંગદાન માટે સંમતિ આપતા સુનિલની બે કીડની સહિત લિવરનું દાન કરવામાં આવ્યું હતું. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ હવે 3 દર્દીઓને નવજીવન મળશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સુરત સિવિલમાં 20મું અંગદાન
અમદાવાદની IKDRC ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા બ્રેઈનડેડ દર્દીના કિડની અને લીવરનું દાન સ્વીકારીને અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. આ સુરત સિવિલમાં 20મું સફળ અંગદાન થયું છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT