BREAKING: 4 વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થઈ 2 વર્ષની સજા, કોર્ટે જામીન આપ્યા - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ સુરત

BREAKING: 4 વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થઈ 2 વર્ષની સજા, કોર્ટે જામીન આપ્યા

સુરત:  મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને IPCની કલમ 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે સાથે જ રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીને આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર જામીન મળી ગયા છે. આ પહેલા કોંગ્રેસ નેતાએ રઘુ શર્માએ કહ્યું કે, ‘સત્યનો વિજય થશે, રાહુલ ગાંધીને માત્ર પરેશાન કરવામાં આવી રહ્યા છે.’

રાહુલ ગાંધીએ નકાર્યા હતા આરોપો
પોતાની ચૂંટણી રેલી દરમિયાન મોદી અટકને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ ત્રણ વખત સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. જો કે, રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં તેમના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા હતા. ચૂંટણી સભામાં આવું બોલવા પર તેમણે કહ્યું હતું કે, તેમને યાદ નથી.

શું હતો મામલો?
13 એપ્રિલ, 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધાની સરનેમ કોમન છે. બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે વધુ બે સાક્ષીઓ કર્ણાટકના કોલારમાં તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર, જેમણે ભાષણ રેકોર્ડ કર્યું તેમના નિવેદનો રેકોર્ડ કર્યા. જે બાદ હવે રાહુલ ગાંધીની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટ ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. કોર્ટના આદેશને પગલે આવતીકાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ફ્લાઈટમાં સુરત આવશે. દરમિયાન મગદલ્લા બ્રિજ નીચે એસવીએનઆઈટી કોલેજ અને કોર્ટની પાસે પૂજા અભિષેક અને પોઈન્ટ પર તેમનું સ્વાગત પણ થશે.

(વિથ ઈનપુટ: સંજયસંહ રાઠોડ)

 

રણબીર, દીપિકા, કલકી, આદિત્યનું YJHD 10 yr રિયુનિયન 26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos 49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’