PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, આવતી કાલે બનાવશે અનેક રેકોર્ડ

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે સવારે 09.30 વાગ્યે રમાવા જઇ રહી છે. આ મેચમાં ટોસ સમયે મેદાન પર વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. બંન્ને દેશના વડાપ્રધાન એક સાથે મેચ પણ નિહાળશે અને બંન્ને કોમેન્ટ્રી પણ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. ટોસ સમટે પણ બંન્ને હાજર રહેશે. તેવામાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન પીએમ સાંજે 4 વાગ્યે અમદાવાદ આવી પહોચ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

પીએમ મોદી રાત્રે 10 વાગ્યે પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, રાજ્યપાલ, મંત્રી જગદીશ પંચાલ સહિત અનેક પદાધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાત્રી રાજભવનમાં જ રોકાણ કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન આઇટીસી નર્મદા ખાતે રોકાયા છે. આવતી કાલે બંન્ને મેચમાં હાજર રહેશે. અત્રે નોંધનીય છે કે, અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આયોજીત ટેસ્ટ મેચ નિહાળશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે અનેક રેકોર્ડ સર્જાવા જઇ રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયન પીએમ સાથે આવતી કાલે મેચ નિહાળશે
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદમાં તેમનું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત પદાધિકારીઓએ કર્યું હતું. અહીંથી તેઓ સીધા જ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાજલી અર્પીત કરી હતી. અહીંથી તેઓ ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તિલક હોળીનું સેલિબ્રેશન કર્યું હતું. કાલે બંન્ને મેચનો આનંદ પણ ઉઠાવશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT