‘ગોળી મારશો તો પણ દીકરાને જમીનનો ટુકડો નહીં આપું’, 80 વર્ષના વૃદ્ધે કરોડોની સંપત્તિ સરકારને આપી દીધી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ: કપાતર સંતાનોથી દુઃખી થયેલા એક 80 વર્ષના વૃદ્ધે પોતાની તમામ મિલકત રાજ્યપાલને આપી દીધી. વસિયતમાં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેમના મૃત્યુ પછી તેમના નાલાયક બાળકોએ અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થાય. આ મામલો યુપીના મુઝફ્ફરનગરનો છે. મુઝફ્ફરનગરના બુઢાના તાલુકામાં બિરલ ગામમાં રહેતા 80 વર્ષીય તત્થુ સિંહનો આખો પરિવાર છે. પત્નીનું 20 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું. નત્થુ સિંહે પોતાના હાથે બે પુત્ર અને ચાર પુત્રીના લગ્ન કરાવ્યા છે. એક પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે બીજો પુત્ર સહારનપુરમાં સરકારી શિક્ષક છે. જોકે તેમ છતાં છેલ્લા 5 મહિનાથી નાથુ સિંહ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે.

કરોડોની મિલકત છતાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર
તેમણે જણાવ્યું કે, આ સ્થિતિ ત્યારે થઈ જ્યારે તેમના માટે રોટલી મેળવવી પણ મુશ્કેલ થઈ ગઈ. પુત્ર અને પુત્રવધૂના વર્તનથી દુઃખી નત્થુ સિંહે કહ્યું કે, તે પોતાના હાથે રોટલી બનાવે છે અને ખાય છે. તેમણે કહ્યું કે, તેમણે રાજ્યના રાજ્યપાલને કરોડો રૂપિયાની લગભગ 18 વીઘા જમીન વસીયતમાં આપી દીધી છે. તેમણે તેમના પુત્રને મિલકતમાંથી કાઢી મૂક્યો છે.

આ પણ વાંચો: ડબલ આવકની વાત છોડો પાકના પૂરતા ભાવ પણ નથી મળતા, ધોરાજીમાં ખેડૂતોએ ખેતરમાં ‘સમાધિ’ લીધી

આ પણ વાંચો

ADVERTISEMENT

‘તમે ગોળી મારશો તો પણ હું તેને જમીનનો ટુકડો નહીં આપું’
પુત્રની નાલાયકીથી દુઃખી થયેલા વૃદ્ધ નત્થુ સિંહ કોર્ટમાં જજની સામે કહી ચૂક્યા છે કે તેમને ગોળી મારી દેવામાં આવે તો પણ એક પણ વીઘા જમીન તે કોઈને નહીં આપે.

સમાજ સામે બેસાડ્યો દાખલો
80 વર્ષના વૃદ્ધ નત્થુ સિંહે કહ્યું કે, નાલાયક બાળકોને મિલકતમાંથી કાઢી મૂક્યા બાદ તેમણે સમગ્ર જમીન રાજ્યપાલને આપી દીધી છે. કહેવાય છે કે તેમણે સમાજ સામે આનાથી દાખલો બેસાડ્યો છે. તેમણે કહ્યું, કોઈના બાળકો આટલા નાલાયક છે? તેમણે પુત્રને મિલકતમાંથી કાઢી મુકીને એક દાખલો બેસાડ્યો છે, જેથી અન્યના નાલાયક સંતાનો સમજે અને પ્રેરણા લે કે તેમની સાથે પણ આવું થઈ શકે છે.

ADVERTISEMENT

પુત્ર અને પુત્રવધૂ પર ગંભીર આરોપો
નત્થુ સિંહે જણાવ્યું હતું કે ઘણી વખત તેમની હત્યાના પ્રયાસો થયા હતા. આરોપ છે કે તેમને એક રૂમમાં બંધ કરીને તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગમે તેમ કરીને તેઓ બચી ગયા. તેમણે કહ્યું કે, તેઓ તેમની વહુની દીકરી માનતા હતા. હંમેશા દીકરીને કહીને તેને બોલાવતી. તેણે જ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT