ખેડૂતો માટે રાહતની ખબર, આવતીકાલથી નાફેડ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર રાજકોટ લેટેસ્ટ સ્ટોરીઝ

ખેડૂતો માટે રાહતની ખબર, આવતીકાલથી નાફેડ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ઘટતા ભાવના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા ડુંગ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે.

આ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ થશે
રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ દ્વારા ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદર APMCમાં આવતીકાલે 9મી માર્ચથી ડુંગળીની ખરીદી શરૂ કરશે.\

games808

આ પણ વાંચો: બગસરામાં ભર ઉનાળે કરા પડ્યા, રસ્તા પર કાશ્મીરની જેમ બરફના થર જામ્યા, જુઓ VIDEO

ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા નિર્ણય
રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે.

અગાઉ ખેડૂતોને ડુંગળીના વેચાણ સામે નજીવી રકમ મળી હતી
નોંધનીય છે કે, આ પહેલા જામનગર અને રાજકોટના ખેડૂતોના કિસ્સા સામે આવ્યા હતા. જેમાં રાજકોટના ખેડૂતને 472 કિલો ડુંગળીનું વેચાણ કરવાની સામે પૈસા મળવાની જગ્યાએ વાહન ખર્ચ અને મજૂર ખર્ચ મળીને રૂ.131 ચૂકવવા પડ્યા હતા. જ્યારે જામનગરમાં 166 કિલો ડુંગળીનું વેચાણ કરનારા ખેડૂતને માત્ર રૂ.10 ચૂકવાયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં સેલેબ્સનો દબદબો, દિગ્ગજ કલાકારો રહ્યા હાજર જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ